રાધિકા એડ્યુકેર સ્કૂલ દ્વારા શિક્ષક દિનની ઉજવણી

જામનગર તા. ૧પઃ જામનગરની રાધિકા એડ્યુકેર સ્કૂલ દ્ુવારા શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રાધિકા એડ્યુકેશન ટ્રસ્ટના ચેરમેન ભરતેશભાઈ શાહ, ટ્રસ્ટી અતુલભાઈ શાહ, મેનેજમેન્ટ કમિટીના સભ્ય પ્રદીપભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતાં. વિદ્યાર્થીઓએ મોકલાવેલ ઈ-મેઈલ તથા વ્હોટસ એપના માધ્યમથી મોકલાવેલ ગુરુવંદનાના વીડિયો પ્રદર્શિત કરાયા હતાં. ભરતેશભાઈ શાહ, પ્રિન્સિપાલ શિવાની આચાર્યએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. આ સાથે સ્કૂલ મેનેજમેન્ટના તમામ સ્ટાફને ફોટો ફ્રેમ આપવામાં આવી હતી. વર્ષ ર૦૧૯-ર૦ ના કર્મઠ કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં રિયા સંઘવી, અલ્કા બાલા, ભાવિકા પરમાર, રેખા રાઠોડ, સિદ્ધાર્થ દોશી, મૌલી અબ્રાહમ, સોનલ ચૌહાણ, શુનિતા યાદવ, પ્રતિક્ષા ગોકળ ગાંધી, નુપર સંગતાણી, મેઘના ઓઝા, દર્શિતા અઘેરા, જતિન સોનગ્રાનું એવોર્ડ, પ્રશસ્તિપત્ર એનાયત કરી સન્માન કરાયું હતું. પ્રિન્સિપાલના માર્ગદર્શન હેઠળ તન્વી શાહ, વિષ્નુ કોઠારી, એંકર અંજલિ માલદે, બિપીન તુટી, જુહી પેશાવરિયા, વિદ્યાર્થીઓએ જહેમત ઊઠાવી હતી.

close
Ank Bandh
close
PPE Kit