Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકાના ગોરીંજા-વાચ્છુ ગામની સીમમાં દીપડો દેખા દેતા લોકોમાં ભય

વીડિયો વાઈરલ થતાં વન વિભાગ સતર્ક

                                                                                                                                                                                                      

દ્વારકા તા. ૧૧: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગોરીંજા ગામ સહિત આસપાસના વિસ્તારમાં દીપડાની અવરજવર જોવા મળતાં ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહૃાો છે. ગોરીંજા અને વાચ્છુ ગામની આસપાસના સીમ વિસ્તારમાં દીપડો આંટાફેરા મારતો નજરે પડ્યો હોવાનું સામે આવ્યું છે.

દીપડાની હિલચાલ દરમિયાન સ્થાનિક વ્યક્તિએ મોબાઈલ કેમેરામાં તેનો વીડિયો કેદ કરી લીધો હતો. વીડિયો સામે આવ્યા બાદ આસપાસના ગ્રામજનોમાં પણ ચિંતા પ્રસરી છે.

ઘટનાની જાણ થતાં વન વિભાગ દ્વારા આસપાસના ગામોના લોકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. ખાસ કરીને રાત્રિના સમયે એકલા બહાર ન નીકળવા તેમજ ઘરેથી બહાર નીકળતી વખતે તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે.

વન વિભાગે ગ્રામજનોને દીપડાની હિલચાલ અંગે કોઈ માહિતી મળે તો તાત્કાલિક સંબંધિત તંત્રને જાણ કરવા પણ અપીલ કરી છે. દીપડાની અવરજવરને પગલે ગોરીંજા-વાચ્છુ પંથકના લોકોમાં હાલ સાવચેતીનો માહોલ જોવા મળી રહૃાો છે.

જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh