ગુજરાતમાં કોરોનાના વધીને ૩૮ કેસઃ સર્વેલન્સ-ટેકિંગની કામગીરી શરૃ

અમદાવાદ તા. રપઃ ગુજરાતમાં પોઝિટિવ કેસોમાં ઝડપથી વધારો થઈ રહ્યયો છે, અને રાજ્યમાં ૩૮ દર્દીઓ સંક્રમિત જણાયા છે. આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતિ રવિએ આ અંગે વિસ્તૃત માહિતી આપી હતી.

હાલમાં વિશ્વભરમાં કોરોનાએ હાહાકાર મચાવી રાખ્યો છે. લોકોને જે રીતે કોરોનાએ ભરડામાં લીધા એ ખરેખર દયનીય છે. ભારત અને ગુજરાતની પણ હાલત કફોડી બનતી જાય છે. દિન-પ્રતિદિન કોરોનાના દર્દીનો વધારો થયો છે. હાલમાં જયંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી એમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં કુલ ૩૮ કેસ પોઝિટિવ છે.

આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતિ રવિની પ્રેસ કોન્ફરન્સમાં વાતો થઈ હતી કે, ગુજરાતમાં કોરોનાના વધુ ૩ નવા કેસ આવ્યા છે. કુલ ૩૮ કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં ૧૪, રાજકોટમાં ૩, વડોદરામાં ૭ કેસ, ગાંધીનગરમાં ૬, કચ્છમાં એક કેસ, સુરતમાં ૭ કેસ છે. દુબઈથી અમદાવાદ આવેલ મહિલા કોરોનાથી સંક્રમિત થઈ. સુરત અને વડોદરામાં ટ્રાન્સમિનશનથી ર લોકો કોરોનાથી સંક્રમિત થયા. આપણી પાસે ર૧૧ ક્વોરેન્ટાઈન ફેસેલિટી છે.

તેમણે કહ્યું કે, ૪૩૦ લોકો સરકારી ક્વોરેન્ટાઈન, ૩૮ લોકો પ્રાઈવેટ ક્વોરેન્ટાઈનમાં તેમજ ર૦,રર૦ લોકો હોમ ક્વોરેન્ટાઈનમાં છે. ૧૪૭ લોકો સામે ક્વોરેન્ટાઈન ભંગની ફરિયાદ પણ દાખલ થઈ છે. એક કરોડ ૭ લાખ ૬ર હજાર લોકોનો સર્વે કરવામાં આવ્યો હતો. ૧પ,૪૬૮ વિદેશથી આવેલા લોકોની વિગત સામે આવી ચૂકી છે.

જયંતિ રવિએ કહ્યું હતું કે, મુખ્યમંત્રી રાહત ફંડમાં કોરોના માટે એક ફંડ જાહેર કર્યું છે. તેમાં અનેક લોકોએ ફંડ આપવાની પણ તૈયારી દર્શાવી છે. ઉદાર હાથે લોકો સહાય કરે એવી મારી અપીલ છે. કોરોનાના સંક્રમણની ચેન તોડવા ર૧ દિવસ લોકડાઉન કરવામાં આવ્યું છે જેમાં રાજ્યનો પૂરો સાથ સહકાર છે. સર્વેલન્સ અને ટ્રેકિંગની કામગીરી કરવા નિર્દેશ કરવામાં આવ્યો છે.

close
Nobat Subscription