શ્રી ગૌડ મેડતવાડ બ્રાહ્મણ સમાજ દ્વારા પ્લાઝમા ડોનેશન માટે જ્ઞાતિજનોને અપીલ

જામનગર તા. ૧૫ઃ જામનગર અને શ્રી ગૌડ મેડતવાડ બ્રાહ્મણ જ્ઞાતિમાં જે કોઈ જ્ઞાતિજનને કોરોના થયો હોય અને સારવાર પછી સ્વસ્થ થયા હોય, મેડિકલ ગાઈડ લાઈન્સ પ્રમાણે સંપૂર્ણ ફીટ થઈ ગયા હોય તેમજ આરોગ્ય વિભાગના નિયમો મુજબ પ્લાઝમાનું ડોનેશન આપવા સક્ષમ હોય તેવા તમામ જ્ઞાતિજનોને પ્લાઝમા ડોનેટ કરવા શ્રી ગૌડ મેડતવાડ બ્રાહ્મણ સમાજના ટ્રસ્ટી મંડળ, યુવક મંડળ, મહિલા મંડળે અપીલ કરી છે. જરૃરિયાતમંદ દરદીને સ્વસ્થ કરવા, જિંદગી બચાવવાના આ અતિ મહત્ત્વના સેવાયજ્ઞમાં પ્લાઝમા ડોનેટ કરવા અનુરોધ કરાયો છે. જે કોઈ જ્ઞાતિજન પ્લાઝમાનું ડોનેશન આપવા માંગતા હોય તેમણે નામ, સંપર્ક નંબર, બ્લડ ગ્રુપની વિગતો મો.નં. ૯૯ર૪ર ર૩૪પ૭ ઉપર મોકલી આપવા જણાવાયું છે.

close
Ank Bandh
close
PPE Kit