જામનગરના નહેરૃ યુવા કેન્દ્ર દ્વારા ઓનલાઈન અખિલ ભારતીય નિબંધ સ્પર્ધાનું આયોજન

જામનગર તા. ર૯ઃ જામનગરના નહેરૃ યુવા કેન્દ્ર દ્વારા ઓનલાાઈન અખિલ ભારતીય નિબંધ સ્પર્ધાનું આયોજન તા. ૧-૭-ર૦ર૦ થી તા. ૧પ-૭-ર૦ર૦ સુધી કરવામાં આવ્યું છે. જેમાં ધોરણ પ થી ૮ ના વિદ્યાર્થીઓ માટે (૧) જીવનમાં અભ્યાસની સાથે ખેલનું મહત્ત્વ (ર) આધુનિક યુગમાં માતા-પિતાની ભૂમિકા, ધોરણ ૯ થી ૧ર ના વિદ્યાર્થીઓ માટે (૧) યુવાનોના જીવનમાં ટેકનોલોજીનો પ્રભાવ (ર) યોગનું જીવનમાં મહત્ત્વ. સ્નાતક અને અનુસ્નાતક વિદ્યાર્થીઓ માટે (૧) માનવ જીવનમાં હતાશાનું કારણ, પ્રભાવ અને ઉપાય (ર) ભારતના યુવાનોની બેરોજગારીની સ્થિતિ, તેનું કારણ અને ઉપાય, તેમજ ગૃહિણી, વ્યાપારી અને નોકરિયાત, વૃદ્ધો માટે (૧) આત્મનિર્ભયતા - વ્યક્તિ, સમાજ, રાષ્ટ્ર (ર) કોરોનાની માનસિક સ્વાસ્થ્ય પર અસર વિષય પર નિબંધ રજૂ કરવાના રહેશે. નિબંધ નહેરૃ યુવો કેન્દ્રને ઈ-મેઈલના માધ્યમથી મોકલવાનો રહેશે. ઈમેઈલ એડ્રેસ હઆદ્ઘટ્ઠદ્બહટ્ઠખ્તટ્ઠિ જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ વધુ વિગત માટે નરોત્તમ વઘોરા (મો. ૮૧૪૦૯ ૦૩૦૭૯) તથા શિખર રસ્તોગી (મો. ૯૭પ૮૧ ૪ર૩૬પ) નો સંપર્ક કરવો.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit