દ્વારકા જિલ્લાના જુવાનપુરમાં પૂનમબેન માડમે કરી સાંસદ આદર્શ ગ્રામ યોજનાની સમીક્ષા

ખંભાળિયા તા. ૧૭ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુવાનપુરમાં સાંસદ પૂનમબેન માડમે સાંસદ આદર્શ ગ્રામ યોજના હેઠળ થયેલી પ્રગતિની સમીક્ષા કરી હતી અને કૃષિ સુધારા બિલના ફાયદા પણ સમજાવ્યા હતાં.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાનું જુવાનુપર (હરિયાવડ) ગામ સાંસદ આદર્શ ગ્રામ યોજનામાં સમાવેશ થયેલું હોય, આ ગામે ગઈકાલે સાંસદ પૂનમબેન માડમની ઉપસ્થિતિમાં સમીક્ષા બેઠકનું આયોજન કરાયું હતું.

દ્વારકા જિલ્લા કલેક્ટર ડો. નરેન્દ્રકુમાર મીના, જિલ્લા વિકાસ અધિકારી ડી.જે. જાડેજા, પ્રાંત અધિકારી દ્વારકા નિહાર ભેટારિયા તથા ગ્રામજનો તથા ખેડૂત આગેવાનો,  ભાજપ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

સાંસદ દ્વારા જુવાનપુર ગામના આગેવાનો તથા અધિકારીઓ ખેડૂતો પદાધિકારીઓ સાથે ગ્રામ વિકાસના દરેક પાસાઓની છણાવત કર હતી તથા માપદંડ મુજબની પ્રગતિ માટે માર્ગદર્શન પૂરૃં પાડ્યું હતું તથા અમલવારી માટે સૂચનો કર્યા હતાં.

આ ઉપરાંત કૃષિ સુધારા બિલ અંગે પણ ખેડૂતોને થતાં ફાયદા તથા સરકારી લાભોની જાણકારી પણ પૂરી પાડવામાં આવી હતી.

close
Ank Bandh
close
PPE Kit