રાણપર પાસે ગોળાઈમાં બાઈક સ્લીપઃ ઘવાયેલા ચાલકનું મૃત્યુ

જામનગર તા. ૧૭ઃ ભાણવડના રાણપર ગામ પાસે ગુરૃવારે વધુ સ્પીડના કારણે એક બાઈક સ્લીપ થતા ઘવાયેલા તેના ચાલક પોરબંદરના યુવાનનું સારવારમાં મૃત્યુ થયું છે.

ભાણવડ તાલુકાના રાણપર ગામથી નાગકા ગામ વચ્ચે ગુરૃવારે સાંજે પોરબંદર જિલ્લાના સીમર ગામના અરભમભાઈ નગાભાઈ ઓડેદરા પોતાના જીજે-૨૫-કે-૧૧૯૪ નંબરના મોટર સાયકલમાં પસાર થતા હતાં.

તેઓનું વાહન રાણપર ગામની ગોલાઈમાં વધુ સ્પીડના કારણે સ્લીપ થઈ જતા અરભમભાઈને માથા સહિતના શરીરના અન્ય ભાગોમાં ઈજા થઈ હતી. સારવારમાં ખસેડાયેલા આ યુવાનનું ગઈકાલે મૃત્યુ નિપજ્યું છે. ભરતભાઈ નગાભાઈ ઓડેદરાએ પોલીસને જાણ કરી છે.

close
Ank Bandh
close
PPE Kit