Advertisement
Author: નોબત સમાચાર

આઈ.ટી.આઈ. જામનગરમાં ડિજીટલ સાક્ષરતા અને સાયબર સુરક્ષા સેમિનારઃ માર્ગદર્શન

તાલીમર્થીઓ વચ્ચે ચિત્ર અને વકતૃત્વ સ્પર્ધા યોજાઈઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૫: સેવાસંકલ્પ અભિયાન અંતર્ગત ઔદ્યોગિક તાલીમ સંસ્થા, જામનગરમાં વરિષ્ઠ નાગરિકો માટે ડિજિટલ સાક્ષરતા અને સાયબર સુરક્ષા જાગૃતિ સેમિનાર તેમજ સંસ્થાના તાલીમાર્થીઓ માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે મેયર શ્રીમતી મોનિકાબેન વ્યાસ અને કોર્પોરેટર નિશાબેન અશ્વારે વરિષ્ઠ નાગરિકો તથા તાલીમાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો.

કાર્યક્રમ દરમિયાન વરિષ્ઠ નાગરિકો માટે યોજાયેલા ડિજિટલ સાક્ષરતા અને સાયબર સુરક્ષા સેમિનારમાં વડીલોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ સેમિનારમાં મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત જામનગરના પીએસઆઈ હિતેશ ઝાલાએ ઓનલાઈન છેતરપિંડીથી બચવાના ઉપાયો, ઓટીપીની ગોપનીયતા જાળવવી, ડિજિટલ પેમેન્ટ વખતે રાખવાની સાવચેતી, શંકાસ્પદ ફોન કોલ/મેસેજ અને વ્યક્તિગત માહિતીની સુરક્ષા જેવા ગંભીર અને મહત્ત્વપૂર્ણ વિષયો પર વ્યવહારુ માર્ગદર્શન પૂરૃં પાડ્યું હતું.

આ ઉપરાંત, તાલીમાર્થીઓમાં સામાજિક જવાબદારી અને સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે ચિત્ર સ્પર્ધા અને વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન પણ કરાયું હતું. જેમાં આશરે ૧૫૦ જેટલા તાલીમાર્થીઓએ ભાગ લઈ 'વિકસિત ભારત ૨૦૪૭' વિષય પર પોતાની કલાત્મક પ્રતિભા અને વિચારશક્તિનું પ્રદર્શન કર્યું હતું. વરિષ્ઠ નાગરિકો, તાલીમાર્થીઓ અને આઈટીઆઈના સ્ટાફના ઉત્સાહપૂર્ણ પ્રતિસાદ સાથે ડિજિટલ જાગૃતિ અને સર્જનાત્મકતાને બિરદાવતો સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.

જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh