રેડક્રોસ થેલેસેમિયા સોસાયટી દ્વારા થેલેસેમિયા પરીક્ષણ કેમ્પ

જામનગર તા. ૨૫ઃ જામનગર રેડક્રોસ થેલેસેમીયા સોસાયટી દ્વારા વિદ્યાર્થીઓ માટે થેલેસેમિયા પરીક્ષણ કેમ્પ ગુલાબકુંવરબા, આયુર્વેદિક મહાવિદ્યાલય ધન્વન્તરી મંદિરમાં યોજવામાં આવ્યો હતો. રેડક્રોસ અમદાવાદ સ્ટેટ બ્રાન્ચની ટીમ દ્વારા ૧૦૮ વિદ્યાર્થીઓની તપાસ કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં રેડક્રોસના ચેરમેન બિપીનભાઈ ઝવેરી, નિરંજનાબેન વિઠલાણી, બ્રિજનાથ પંડ્યા, ભૂમિ છેતરીયા તથા સત્યમ્ પિપલીયા ઉપસ્થિત રહ્યાં હતાં. ગુલાબ કુંવરબા આયુર્વેદિક મહાવિદ્યાલયના પ્રિન્સિપાલ ડો. અર્પણ ભટ્ટના માર્ગદર્શન હેઠળ ડો. કલ્પેશ દતાણી, ડો. નિકુંજ પટેલ, લેબ.ટેકનિશ્યન માનસી ભટ્ટ, હરદિપસિંહ જાડેજા અને દિપકસિંહ પરમારે કેમ્પને સફળ બનાવ્યો હતો.

close
Nobat Subscription