આવશ્યક સેવાઓ ચાલુઃ પોલીસનો ચૂસ્ત બંદોબસ્તઃ લોકોને ઘરમાં જ રહેવા સમજાવાયા

જામનગરમાં ર૧ દિવસના લોકડાઉનનો પ્રારંભઃ અનેક વિસ્તારોમાં કર્ફયુ જેવો માહોલ જામનગર શહેરમાં ર૧ દિવસ સુધી જાહેર કરાયેલા લોકડાઉનના આદેશના પગલે સમગ્ર શહેરમાં કડકમાં કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. શાકભાજી રાશનની દુકાનો, પ્રોવિઝન સ્ટોર્સ, મોલ, ડેરી, દવાની દુકાનો, બેંકો, મીડિયા વિગેરે ચાલુ હોવાથી રસ્તાઓ પર લોકોની અવર-જવર જોવા મળી હતી, પણ પોલસ દ્વારા ઠેર-ઠેકાણે બેરીકેટ ગોઠવી વાહનો-લોકોને અટકાવી અનિવાર્ય કામ પતાવી ઘેર પહોંચી જવા, મોઢા પર માસ્ક બાંધવા, ઘરમાં જ રહેવા સમજાવતા હતાં. સમગ્ર દેશમાં ર૧ દિવસ સુધીના લાંબા સમયના લોકડાઉનની જાહેરાતના કારણે લોકો પણ જરૃર કરતાં વધારે જથ્થામાં જરૃરી ચીજવસ્તુઓની ખરીદી કરવા નિકળી પડ્યા હતાં. તેમ છતાં શહેરમાં અનેક વિસ્તારો, માર્ગો કરફયુની સ્થિતિ જેવા સૂમસામ જણાતા હતાં. (તસ્વીરઃ નિર્મલ કારીયા)

close
Nobat Subscription