| | |

ખંભાળીયા બ્રહ્મસમાજના પૂર્વ પ્રમુખ પર હુમલો

ખંભાળીયા તા. ૨૨ઃ ખંભાળીયા બ્રહ્મ સમાજના પૂર્વ પ્રમુખ તથા રાજગોર જ્ઞાતિના અગ્રણી તેમજ ટ્રાન્સપોર્ટના વેપારી કાન્તિલાલ મોમૈયા ઔદિચ્ય પર હુમલો થતા ભારે ચકચાર જાગી છે.

આ અંગે પોલીસમાં ફરિયાદ કરીને કાન્તિલાલ મોમૈયા ઔદિચ્ય (ઉ.વ. ૫૨) તાલુકા પંચાયત પાસે રહેતા રવાભાઈ આબાભાઈ ચૌહાણ, સંજયભાઈ રવાભાઈ ચૌહાણ, લખનભાઈ રવાભાઈ ચૌહાણ તથા તેજાભાઈ હાજાભાઈ ચૌહાણ વિગેરે સામે અગાઉ થયેલ માથાકૂટનું મનદુઃખ રાખીને લાકડાના ધોકાથી માથા તથા શરીરના અન્ય ભાગોમાં ઈજા કર્યાની આઈપીસી કલમ ૩૨૩, ૩૨૪, ૫૦૪, ૧૧૪ તથા જીપી એક્ટની કલમ ૧૩૫ (૧) મુજબ ફરિયાદ કરતાહેડ કોન્સ્ટેબલ આર.એમ. જાડેજાએ તપાસ આરંભી છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit