દેશનો આર્થિક સહયોગ માહોલ નબળોઃ અમારા પૂર્વાનુમાનો મુજબ પ્રગતિ થઈ નથીઃ આઈએમએફ

નવી દિલ્હી તા. ૧૪ઃ આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ (આઈએમએફ) દ્વારા જણાવ્યું છે કે તેમના પૂર્વાનુમાનો કરતા ભારતનો આર્થિક માહોલ નબળો હોવાથી સુધારા તત્કાળ થાય તે જરૃરી છે.

ભારતનો વર્તમાન આર્થિક માહોલ અમારા પૂર્વાનુમાનથી પણ નબળો છે અને ભારતે તૂર્ત મહત્વાકાંક્ષી સંરચનાત્મક અને નાણાકીય સુધારા કરવાની જરૃર છે જેનાથી મધ્યગાળામાં રાજકોષ વધે. આ માટે ભારતે એક રણનીતિ હેઠળ કામ કરવું પડશે.

આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળે હાલમાં જ રજુ થયેલા બજેટ અંગે પોતાની પ્રતિક્રિયા આપતા આ મુજબ જણાવ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણને ૧લી ફેબ્રુઆરીએ બજેટ કર્યું હતું. સરકારે આ બજેટને સારૃં બજેટ ગણાવી નજીકના ભવિષ્યમાં મોટા સુધારાની આશા વ્યક્ત કરી હતી તો બીજી તરફ આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળના પ્રવક્તા ગેરી રાઈસે કહ્યું છે કે ભારતનો વર્તમાન આર્થિક માહોલ અમારા પૂર્વાનુમાનની તુલનામાં કમજોર છે. રાઈસે કહ્યું છે કે ભારતની અર્થવ્યવસ્થા નબળી હોવાથી ભારતે તૂર્ત મહત્વાકાંક્ષી સંરચનાત્મક અને નાણાકીય સુધારા કરવાની જરૃર છે કે જેથી રાજકોષ વધે. ભારતે એક રણનીતિ હેઠળ કામ કરવું પડશે એટલે કે ભારત સરકારે અત્યાર સુધી અર્થવ્યવસ્થામાં સુસ્તીને દૂર કરવા માટે જે પ્રયાસ કર્યો છે તે પૂરતા નથી. અત્રે નોંધનીય છે કે સરકાર ટેકસ થકી આવક મેળવે છે સાથોસાથ ખર્ચ પણ કરે છે. જ્યારે સરકારનો ખર્ચ આવક કરતા વધી જાય તો તેણે બજારમાંથી વધારાની રકમ ઉધાર લેવી પડે છે. સરકારની કુલ કમાણી અને ખર્ચના અંતરને રાજકોષીય ખાધ કહેવાય છે એટલે કે સરકાર જે રકમ ઉધાર લેશે તેણે જ રાજકોષીય ખાધ કહેવાશે. ભારતનો જીડીપી ગ્રોથ ૪.૫ ટકા ઉપર પહોંચી ગયો છે. જે ૬ વર્ષના નીચલા સ્તરે છે તો બીજી તરફ મુડીઝ સહિતની એજન્સીએ ભારતના વિકાસ દરના અનુમાનને પણ ઘટાડી દીધો છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit