| | |

રાજ્યમાં આવશ્યક ચીજવસ્તુઓની દુકાનો રોજ ખુલશેઃ ઓડ-ઈવનમાંથી મળી મુક્તિ

જામનગર તા. રરઃ લોકડાઉનમાં જરૃરી વસ્તુઓનું વેંચાણ કરતા વિક્રેતાઓને ઓડ-ઈવનમાંથી મુક્તિ આપવામાં આવી છે. ગુજરાત સરકારના આ સંવેદનશીલ નિર્ણયને જામનગર કોમ્પ્યુટર વિક્રેતા ગ્રુપે આવકાર્યો છે.

કોરોના વાઈરસની મહામારી દિન-પ્રતિદિન ભારતમાં પોતાનો વ્યાપ વધારી રહી છે. આ વાઈરસની સ્થિતિ વધુ વણસે નહીં તે માટે ભારતમાં લોકડાઉન-૪ જાહેર કરવામાં આવ્યું છે.

ગુજરાત રાજ્યમાં પણ ચોથું લોકડાઉન કરવામાં આવ્યું છે, પરંતુ તેમાં ઘણી છૂટછાટ પણ આપવામાં આવી છે. જેમાં દરેક દુકાનો પર એકી અને બેકી નંબરના સ્ટિકરો લગાડવાનો નિયમ રાજ્ય સરકારે કર્યો હતો. જેમાં એકી તારીખે એકી નંબરની દુકાન અને બેકી તારીખે બેકી નંબરની દુકાનો ખોલવાનો સમાવેશ આ નિયમમાં કરવામાં આવ્યો હતો.

ગુજરાત સરકારે હવે આ બાબતે મહત્ત્વનું પગલું ભર્યું છે. જેમાં જરૃરી ચીજવસ્તુઓનું વેંચાણ કરતા વિક્રેતાઓને એકી-બેકી દુકાનો ખોલવામાંથી મુક્તિ આપવામાં આવી છે. જેથી તેવા વેપારીઓ દરરોજ પોતાની દુકાનો ખોલી શકશે. રાજ્ય સરકારના આ સંવેદનશીલ નિર્ણયને સારો પ્રતિસાદ મળ્યો છે.

જામનગર કોમ્પ્યુટર વિક્રેતા ગ્રુપે આ નિર્ણયને આવકાર્યો છે. આ ગ્રુપના અમિત ઉનડકટ, જશમીનભાઈ કામદાર, જયેશભાઈ પટેલ, અશ્વિન કોઠારી, ભાર્ગવ ઠાકર, વિજય ચંદ્રેશ, ધીરેન મેતા, મયુર સારડા, જીતેન્દ્ર કણઝારિયા, દીપેશ પાબારી, જયેશ કટારિયા, હિતેષ કાનાણી, ભારત મેઘાણી, હર્ષિત શાહ, વિપુલ રાઠોડ, અભય ઘાટલિયા, દિપક નંદાસણા, વિગેરેએ આ નિર્ણયની પ્રશંસા કરી છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit