નવી દિલ્હીમાં રાજપથ પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ફરકાવ્યો રાષ્ટ્રધ્વજઃ એકવીસ તોપની સલામી

રાજપથ પર નીકળેલી પરેડમાં વિવિધ સ્થળોની ઝાંખીઃ કોઈ ચીફ ગેસ્ટ વિના ઉજવાયો પ્રજાસત્તાક દિનઃ

નવી દિલ્હી તા. ર૬ઃ રાજપથ પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. ફિલ્ડ રેજિમેન્ટ દ્વારા ર૧ તોપોની સલામી અપાઈ હતી. રાષ્ટ્ર આજે ૭ર મું પ્રજાસત્તાક પર્વ ઉજવી રહ્યું છે, ત્યારે રાજપથ પર વિવિધ કાર્યક્રમો પણ યોજાયા હતાં.

દેશ ૭ર મો રિપબ્લિક ડે મનાવી રહ્યો છે ત્યારે રાજપથ પર રિપબ્લિક ડે ની પરેડમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજપથ પર ઉપસ્થિત હતાં. આ વખતે બાંગ્લાદેશની ટૂકડી પ્રથમ વખત ગણતંત્ર દિવસ સમારંભમાં ભાગ લઈ રહી છે. કોરોનાને કારણે આ વખતે પરેડની પદ્ધતિ બદલાઈ છે. પપ વર્ષમાં પ્રથમ વખત એવું થઈ રહ્યું કે જ્યારે રિપબ્લિક ડે પરેડમાં કોઈ ચીફ ગેસ્ટ હાજર નથી. આ પહેલા ભારતમાં ૧૯પર, ૧૯પ૩ અને ૧૯૬૬ માં પણ ગણતંત્ર દિવસની પરેડમાં કોઈ ચીફ ગેસ્ટ સામેલ થયા ન હતાં.

રાજપથ પર ઝાંખીઓમાં સૌથી પહેલી ઝાંખી કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખની હતી. આ સિવાય ઉત્તરપ્રદેશની ઝાંખી પણ ખાસ હતી. તેમાં રામ મંદિરની ઝલક પણ બતાવવામાં આવી હતી. રાજપથ પર પેરામિલિટ્રી અને અન્ય સહાયક દળોની પરેડ પર નીકળી હતી. આ દરમિયાન તટરક્ષક દળ, કેન્દ્રિય રિઝર્વ પોલીસ બળ, દિલ્હી પોલીસની બેન્ડ, ભારત-તિબેટ સીમા પોલીસના બેન્ડ, રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડના જવાનોએ પોતાની તાકાત દેખાડી હતી. રાજ્યો પછી કેન્દ્રિય મંત્રાલયોની ઝાંખીનો નંબર હતો. આઈટી મંત્રાલય ઝાંખીમાં રાષ્ટ્રની પ્રગતિ માટે ડિજિટલ ઈન્ડિયા-આત્મનિર્ભર ભારતની થીમ દર્શાવવામાં આવી હતી. ઝાંખીમાં એઆઈ રોબોટનું ૩ડી મોડલ દર્શાવવામાં આવ્યું હતું. ડિજિટલ ઈન્ડિયા કાર્યક્રમ દ્વારા માર્ગદર્શિત ડિજિટલ ક્રાંતિને દર્શાવે છે.

૭ર મા ગણતંત્ર દિવસની પરેડનું એક મુખ્ય આકર્ષણ બાંગ્લાદેશની સૈનિક ટૂકડી રહી હતી. એનું નેતૃત્વ લેફટનન્ટ કર્નલ મોહમ્મદ શમૂર શાબાને કર્યું હતું. બાંગ્લાદેશની કોઈ સૈનિક ટૂકડીએ પ્રથમ વખત આપણા ગણતંત્ર દિવસ સમારંભમાં ભાગ લીધો હતો. ટૂકડીમાં કુલ ૧રર જવાન સામેલ હતાં. રાજપથ પર ગણતંત્ર દિવસ પરેડમાં સામેલ ભારતીય સેનાની ટેન્ક ટી-૯૦. તેને સેનામાં ભીષ્મના નામથી ઓળખવામાં આવે છે. આ વખતે પરેડનું નેતૃત્વ લેફ્ટિનન્ટ જનરલ વિજય કુમાર મિશ્રા કરી રહ્યા હતાં. તેઓ પરેડ કમાન્ડર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક સંદેશ દ્વારા દેશવાસીઓને ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવી હતી.

પરેડમાં સામેલ થનારા ટેબ્લોની સંખ્યા ૭૦ થી ઘટાડીને ૩ર કરવામાં આવી હતી. એમાં ટેબ્લો રાજ્ય અને કેન્દ્ર શાસિત રાજ્યોના હતાં. ૯ ટેબલો અલગ-અલગ મંત્રાલયોના હતાં. ૬ ટેબ્લો સુરક્ષાબળોના હતાં. પહેલા પરેડ ૮.ર કિ.મી. લાંબી હતી. વિજય ચોકથી લાલ કિલ્લા સુધી જતી હતી. આ વખતે ૩.૩ કિ.મી. લાંબી હતી.

વિજય ચોકથી નેશનલ સ્ટેડિયમ સુધી ઝાંખીઓ થઈ હતી. રિપબ્લિક ડે પરેડમાં પ્રથમ વખત સેન્ટ્રલ બાયોટેકનોલોજી ડિપાર્ટમેન્ટ (ડીબીટી) ના ટેબ્લો સામેલ થયા હતાં. તેમાં ડિપાર્ટમેન્ટ તરફથી કોરોના વેક્સિન વિશે જણાવવામાં આવ્યું હતું.

close
Ank Bandh 26 January
close
PPE Kit