જામનગરના લોહાણા કન્યા છાત્રાલયના હેતલ દત્તાણીની સિદ્ધિઃ વક્તૃત્વ સ્પર્ધામાં ઉત્તમ પ્રદર્શન

જામનગર તા. ર૧ઃ લંડન સ્થિત પૂ. જલારામ બાપાના મંદિરનો ર૬મા વર્ષમાં પ્રવેશ થયો છે, ત્યારે પૂરા ભારત દેશમાં જલારામ જ્યંતી વર્લ્ડવાઈડ સેલીબ્રેશન અંતર્ગત લેસ્ટરના જલારામ મંદિર દ્વારા "સદાવ્રત" મારા મતે" વિષય પર વિડીયો દ્વારા વક્તૃત્વ સ્પર્ધા યોજવામાં આવી હતી.

સદાવ્રત વિષય પર પોતાના મૌલિક વિચારોનું રેકોર્ડીંગ કરી વિડીયો મોકલવાની સ્પર્ધાનું આયોજન લંડન સ્થિત જલારામ મંદિરના ટ્રસ્ટીઓ તથા અમદાવાદ સ્થિત હિમાન્શુભાઈ ઠક્કર દ્વારા કરવામાં આવ્યું હતું.

આ સ્પર્ધામાં જામનગરના સ્વ. હીરજી વલ્લભદાસ પોપટ લોહાણા કન્યા છાત્રાલયમાં અભ્યાસ કરતી હેતલ દત્તાણીએ શ્રેષ્ઠ ૬ સ્પર્ધકોમાં સ્થાન પામીને છાત્રાલયનું ગૌરવ વધાર્યુ છે.

close
Ank Bandh
close
PPE Kit