| | |

હાથ ઉછીની રકમ પરત ન આપી શકતા મહિલાએ ઝીંક્યો ફડાકો

જામનગર તા. ૯ઃ જામજોધપુરના એક આસામી હાથઉછીની લીધેલી રકમ પરત નહીં આપી શકતા એક મહિલાએ તેઓને થપાટ મારી એટ્રોસીટીના કેસમાં ફીટ કરવાની ધમકી આપતા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.

જામજોધપુરના આંબેડકર ચોકમાં રહેતા અસ્લમભાઈ કાદરભાઈ કટારીયાએ જામજોધપુરના કૈલાસનગરમાં રહેતા રંજનબેન વસરામભાઈ બાબરીયા પાસેથી રૃા. ૫૦૦ હાથ ઉછીના લીધા હતાં. તે રકમ હાલમાં આર્થિક સ્થિતિ બગડી જતા અસ્લમભાઈ પરત કરી શક્યા ન હતાં. તે દરમ્યાન ગઈ તા. ૫ની સાંજે અસ્લમભાઈ રઝવી મસ્જીદ પાસે સ્નુકર ગેમ રમતા હતાં ત્યારે ત્યાં ધસી આવેલા રંજનબેને પૈસાની ઉઘરાણી કરી અસ્લમભાઈ સાથે ઝઘડો શરૃ કરતા તેઓએ પૈસાની સગવડ થયે તમારી રકમ આપી દઈશ તેમ કહેતા ઉશ્કેરાયેલા રંજનબેને થપાટ મારી ગાળો ભાંડી હતી અને એટ્રોસીટીના કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપી હતી. જેની અસ્લમભાઈએ જામજોધપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit