ર૪ કલાકમાં કોરોનાથી એક પણ મૃત્યુ નહીંઃ
જામનગર તા. ૩ઃ જામનગરમાં ફરી વખત કોરોનામાં રાહત જોવા મળી છે. ગઈકાલે ૧ર૩૪ લોકોના કોરોનાલક્ષી ટેસ્ટ કરવામાં આવ્યા હતાં તેમાંથી ૬ વ્યક્તિના રીપોર્ટ પોઝિટિવ મળ્યા હતાં, જ્યારે છેલ્લા ર૪ કલાકમાં એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી.
જામનગરમાં કોરોના વાઈરસના સંક્રમણમાં ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે, જો કે તેમાં ગઈકાલે રાહત જોવા મળી હતી. ગઈકાલે જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગઈકાલે ૬૦પ લોકોના કોરોનાલક્ષી પરીક્ષણ કરવામાં આવ્યા હતાં તેમાંથી ચાર વ્યક્તિના રિપોર્ટ પોઝિટિવ મળ્યા હતાં, જ્યારે ગ્રામ્ય વિસ્તારના ૬ર૯ લોકોના કોરોનાલક્ષી ટેસ્ટ કરવામાં આવ્યા હતાં તેમાંથી બે ના રિપોર્ટ પોઝિટિવ મળ્યા હતાં. આમ કુલ ૧ર૩૪ વ્યક્તિના ટેસ્ટ કરવામાં આવ્યા તેમાંથી છ ના રિપોર્ટ પોઝિટિવ મળ્યા હતાં.
છેલ્લા ર૪ કલાકમાં કોવિડ હોસ્પિટલમાં કોઈપણ દર્દીનું મૃત્યુ થયું નથી જે રાહતના સમાચાર છે.
ગઈકાલ સુધીમાં જિલ્લામાં કુલ ૪,૦૭,૯૮૯ લોકોના ટેસ્ટ કરી લેવામાં આવ્યા હતાં જેમાં શહેરી વિસ્તારના ર,રપ,૩ર૯ અને ગ્રામ્ય વિસ્તારના ૧,૮ર,૬૬૦ લોકોનો સમાવેશ થાય છે.