| | |

જામજોધપુરઃ પુરવઠા વિભાગના ગોડાઉનમાં તેલનો જથ્થો 'નીલ'

જામજોધપુર તા. ૯ઃ જામજોધપુરમાં સરકારી પૂરવઠા વિભાગના ગોડાઉનમાં તેલનો જથ્થો હજી સુધી આવ્યો નથી. પરિણામે તહેવારો ટાણે જ ગરીબ કાર્ડ ધારકોને સસ્તા અનાજની દુકાનો પર ધક્કા ખાવા પડે છે. સસ્તા અનાજની દુકાનોમાંથી ઘઉં-ચોખાનું વિતરણ ચાલુ છે. ત્યારે તેલ આવશે ત્યારે ફરીથી ધક્કા ખાઈને લેવા જવું પડશે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit