| | |

ડેન્ગ્યૂએ ફરી માથું ઊંચક્યુંઃ ગઈકાલે જી.જી. હોસ્પિટલમાં નવા ર૭ કેસ નોંધાયા

જામનગર તા. રઃ જામનગરમાં સપ્તાહ સુધી ડેન્ગ્યૂના રોગચાળામાં રાહત જોવા મળ્યા પછી ગઈકાલે ર૭ કેસ નોંધાયા હતાં. એટલે કે કેસમાં વધારો જોવા નોંધાયો છે. તો નવેમ્બર માસમાં કુલ ૯૬૩ લોકોને ડેન્ગ્યૂનો રોગ લાગુ પડ્યો હતો.

જામનગરને લગભગ પાંચ માસથી સતાવી રહેલા ડેન્ગ્યૂના રોગચાળામાં છેલ્લા એક સપ્તાહમાં રાહત જોવા મળતા લોકો, તંત્રએ રાહત અનુભવી હતી, પરંતુ ગઈકાલે ફરી વખત ડેન્ગ્યૂના કેસમાં વધારો નોંધાયો હતો અને ર૭ દર્દીઓને ડેન્ગ્યૂ હોવાનો પોઝિટિવ રિપોર્ટ મળતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં.

જામનગર શહેર-જિલ્લામાં છેલ્લા પાંચેક માસથી ડેન્ગ્યૂનો રોગચાળો હાહાકાર મચાવી રહ્યો છે. તેમાં પ્રથમ બે માસ જુલાઈમાં ૧૦૬ અને ઓગસ્ટમાં ૧૦૯ અને ત્યારપછીના ત્રણ માસમાં ડેન્ગ્યૂના કેસોમાં બેથી ત્રણ ગણો ઉછાસો જોવા મળ્યો છે. જેમાં સપ્ટેમ્બરમાં પ૯ર, ઓક્ટોબરમાં ૧૯૮૦ અને નવેમ્બરમાં ૯૬૩ કેસ નોંધાયા છે.

આમ ગત્ માસમાં પણ ૯૬૩ જેટલા  ભારે સંખ્યામાં કેસો નોંધાયા છે. હવે ચાલુ માસમાં ડેન્ગ્યૂના કેસોની સંખ્યામાં ઘટાડો થશે તેવી આશા આરોગ્ય તંત્ર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit