| | |

જામ ખંભાળિયામાં તમાકુના વેપારીઓ સાથેની બેઠક ફળીભૂતઃ આજે બપોર પછી વેંચાણ શરૃ

ખંભાળિયા તા. રરઃ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પાન-મસાલા-ફાકીની છૂટ પછી પણ આ ચીજવસ્તુના જથ્થાબંધ વેપારીઓએ દુકાન ખોલી ન હતી. જેથી નાના ધંધાર્થીઓને માલ નહીં મળતા તેમની દુકાનો પણ બંધ  રહી હતી. જથ્થાબંધ વેપારીને ત્યાં ભારે ભીડ થતી હતી અને સતત બે દિવસથી આ સમસ્યા માથાના દુઃખાવા સમાન બની ગઈ હતી.

ખંભાળિયાના અગ્રણી હિતેન્દ્રભાઈ આચાર્યની રજૂઆતના અંતે ખંભાળિયાના પીઆઈ દેકાવાડિયા તથા ચીફ ઓફિસર ગઢવીએ વેપારીઓ સાથે બેઠક યોજી હતી જેમાં જથ્થાબંધ વેપારીઓ તેમની દુકાનના બારણા બંધ રાખીને અંદર તમામ માલ બરાબર ગોઠવી દ્યે તે પછી આજ બપોરથી અથવા આવતીકાલથી છૂટક વેપારીઓને માલનું વેંચાણ શરૃ કરશે તેવો નિર્ણય લેવાયો છે.

આ ચીજવસ્તુઓના વેંચાણ શરૃ કરવામાં તમાકુના વેપારીઓની ઢીલી નીતિ પણ શંકાસ્પદ તથા ચર્ચાસ્પદ બની છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit