Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સસરાએ જમાઈ સામે નોંધાવી હતી ફરિયાદઃ
જામનગર તા. ૧૩: જોડિયા પંથકમાં ગયા મહિને એક મહિલાનું મૃત્યુ થયા પછી તેના પિતાએ પોતાની પુત્રીની જમાઈએ હત્યા કર્યાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે જમાઈ સામે ગુન્હો નોંધી જેલહવાલે કર્યાે હતો. આ આરોપીએ જામીનમુક્ત થવા કરેલી અરજી અદાલતે મંજૂર રાખી છે.
જોડિયા પંથકમાં મજૂરીકામ કરતા રાકેશ બદરીભાઈ દેવદા નામના પરપ્રાંતિય શ્રમિકે ગઈ તા.૧૧-૪-૨૩ના દિને પોતાના સસરાને ફોન કરીને જણાવ્યું હતું કે, તમારી દીકરી મારી સાથે ઝઘડો કરે છે, તેને સમજાવો. ત્યાર પછી રાત્રે રાકેશે ફરીથી ફોન કરીને કહ્યું હતું કે, અમે ખેતરમાં કામ કરતા હતા ત્યારે તમારી દીકરી ચક્કર આવતા પડી ગઈ છે અને મૃત્યુ પામી છે. તેનો મૃતદેહ લઈને હું મધ્યપ્રદેશ આવું છું.
ત્યારપછી રાકેશે પોતાની પત્નીની હત્યા કરી હોવાની ફરિયાદ તેના સસરાએ પોલીસમાં નોંધાવી હતી. પોલીસે ગુન્હો નોંધી આરોપીની ધરપકડ કરી હતી. જેલહવાલે થયેલા આરોપીએ જામીનમુક્ત થવા વકીલ જયન ગણાત્રા, વનરાજ મકવાણા મારફત અદાલતમાં અરજી કરી હતી. તે અન્વયે બંને પક્ષ દ્વારા રજૂ થયેલી દલીલો સાંભળ્યા પછી અદાલતે આરોપીને જામીન પર મુકત કરવાનો હુકમ કર્યાે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial