Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૧૧૨ની ટીમની તત્કાળ કાર્યવાહી થકી મોટી દુર્ઘટના ટળી
અમદાવાદ તા. ૨: રાજકોટ-અમદાવાદ હાઈવે પર ભાયલા બ્રિજ પર લકઝરી બસમાં ભીષણ આગ લાગતા બસ સળગી હતી, પરંતુ ૧૧૨ની ટીમે સમયોચિત કાર્યવાહી કરતા મોટી દુર્ઘટના ટળી હતી.
રાજકોટ-અમદાવાદ હાઈવે પર ભાયલા બ્રિજ પાસે ખાનગી લક્ઝરી બસમાં અચાનક ભીષણ આગ લાગી હતી. ૧૧૨ની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરતા બસમાં સવાર તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. ટ્રાફિક ડાયવર્ટ કરીને સ્થિતિ થાળે પાડવામાં આવી હતી. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી.
રાજકોટ-અમદાવાદ નેશનલ હાઇવે પર આવેલા ભાયલા બ્રિજ ઉપર આજે એક ખાનગી લક્ઝરી બસમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠતાં રોડ પર અફરાતફરી મચી ગઈ હતી. જોકે, ઘટનાની જાણ થતાં જ ૧૧૨ ની ટીમે દર્શાવેલી ત્વરિત કામગીરીને કારણે બસમાં સવાર મુસાફરોનો આબાદ બચાવ થયો છે.
બ્રિજ પર લક્ઝરી બસમાંથી આગના જ્વાળામુખી જેવા ગોટા નીકળતા જોઈને ઘટનાસ્થળ નજીક કેરાળા બ્રિજ પર તહેનાત ૧૧૨ (ઈએમઆરએસ)ની પીસીઆર-૧ ટીમ તુરંત જ હરકતમાં આવી ગઈ હતી. પોલીસ ટીમે ક્ષણનો પણ વિલંબ કર્યા વિના સ્થળ પર પહોંચીને સૌથી પહેલાં બસમાંથી મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવાની કવાયત હાથ ધરી હતી અને મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરી હતી.
સ્થિતિની ગંભીરતાને જોઈને ૧૧૨ ની ટીમે તાત્કાલિક 'એલબી ટેક્સ'ની ફાયર ફાઈટર ટીમને કોલ કરીને સ્થળ પર બોલાવી લીધી હતી. ફાયર બ્રિગેડના જવાનો અને પોલીસની સંયુક્ત ટીમ દ્વારા ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. હાઇવે પર ટ્રાફિક જામ ના સર્જાય અને અન્ય વાહનચાલકો સુરક્ષિત રહે તે માટે પોલીસે તાત્કાલિક ટ્રાફિક ડાયવર્ટ કરીને વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. સમયસર મળેલી મદદના કારણે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નથી અને મોટી હોનારત ટળી ગઈ છે. આ બસમાં જામનગરથી અમદાવાદ જઈ રહેલા કેટલાક મુસાફરો સામેલ હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial