Advertisement
Author: નોબત સમાચાર

તહેવારો પછી જી.જી. હોસ્પિટલમાં દર્દીઓની ભારે ભીડ

રોજની દોઢ હજાર જેટલી ઓપીડી રર૦૦ ને આંબી ગઈઃ

                                                                                                                                                                                                      

જામનગરમાં બીમારીનું પ્રમાણ વધ્યું છે. તહેવારો પૂરા થતા જ જી.જી. હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. સાતમ-આઠમના તહેવાર પહેલા જી.જી. હોસ્પિટલમાં દરરોજની સંખ્યા આશરે ૧૪૦૦ થી ૧૬૦૦ ની ઓપીડી રહેતી હતી, પરંતુ તહેવારો પછી ઓપીડીમાં દર્દીઓની સંખ્યા ર૧૦૦ થી રર૦૦ ની થવા જાય છે. ખાસ કરીને તાવ, શરદી, ઉધરસના દર્દીઓની સંખ્યા વધુ જોવા મળી રહી છે. રોગચાળો વધુ વકરે તે પહેલા આરોગ્ય વિભાગ દ્વારા જરૂરી પગલાં લેવા જોઈએ અન્યથા રોગચાળો ચોક્કસ વધશે અને વધુ લોકો બીમારીમાં સપડાશે. હાલમાં મચ્છરનો ઉપદ્રવ વધ્યો છે, ત્યારે જંતુનાશક દવાનો છંટકાવ, ફોગિંગ વગેરે કામગીરી વધુ અસરકારક રીતે કરવી જોઈએ. હાલ તો જી.જી. હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે.

જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh