Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શ્રમિક પરિવાર પર થયો વજ્રઘાતઃ
જામનગર તા. ૧૭: કાલાવડના મોટી વાવડી ગામમાં એક ખેતર ભાગમાં વાવી રહેલા મૂળ પંચમહાલ જિલ્લાના એક શ્રમિકની ત્રણ વર્ષની પુત્રીને ગઈકાલે સવારે પરભવનો વેરી સર્પ દંશી જતા આ બાળકીનંુ ઝેર ચઢી જવાથી મૃત્યુ નિપજ્યું છે.
કાલાવડ તાલુકાના મોટી વાવડી ગામના ખેડૂત સંજયભાઈ કાંતિભાઈના ખેતરમાં મૂળ પંચમહાલ જિલ્લાના ઘોઘા ગામના વતની જશુભાઈ લખમણભાઈ નાયક ભાગમાં વાવેતર કરતા હતા. જેમાં જશુભાઈના મામા પણ તેમની સાથે ભાગીદાર તરીકે જોડાયેલા હતા. મામા-ભાણેજનો પરિવાર ખેતરમાં ખેતીકામ કરવાની સાથે ત્યાં આવેલા મકાનમાં જ રહેતો હતો.
દરમિયાન રવિવારે સવારે કમલેશભાઈ નાયક નામના શ્રમિકની ત્રણ વર્ષની પુત્રી શિવાની મકાનના ભોંયતળિયા પર સૂતી હતી. તે સમયે અચાનક નીકળેલા સાપે બાળકીને ડંખ માર્યો હતો. ડંખથી બાળકીની તબિયત લથડતાં પરિવારજનો તેને તાત્કાલિક સારવાર માટે કાલાવડની હોસ્પિટલમાં લઈ ગયા હતા. ફરજ પરના તબીબે તપાસ કર્યા પછી શિવાનીને મૃત જાહેર કરી હતી.
બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા જશુભાઈ નાયકનું નિવેદન નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial