Advertisement
Author: નોબત સમાચાર

આજે રાત્રિના ૧ર થી સવારે ૯ સુધી ભૂજિયા કોઠાવાળો માર્ગ બંધ રહેશે

મ્યુનિસિપલ કમિશનરનું જાહેરનામું:

                                                                                                                                                                                                      

  જામનગર તા. રઃ જામનગરમાં તળાવની પાળે ફૂટ ઓવરબ્રિજનું ઈરેક્શનનું કામ કરવાનું હોવાથી આજે રાત્રિથી સવાર સુધી વાહનવ્યવહાર માટે રસ્તો બંધ રહેશે.

જામનગર મહાનગર પાલિકાની હદ વિસ્તારમાં ભૂજિયા કોઠા પાસેથી ખંભાળિયા ગેઈટ તરફ જતા રસ્તા પાસે ભૂજિયા કોઠાથી લાખોટા કોઠાને જોડતો ફૂટ ઓવર બ્રિજનું ઈરેક્શનનું કામ કરવાનું છે.

આથી તા. ર-૯-ર૦ર૬ ના રાત્રે ૧ર વાગ્યાથી સવારે ૯ વાગ્યા સુધી સલામતીના ભાગ રૂપે અને અકસ્માત નિવારવાના હેતુથી વાહનવ્યવહાર માટે રસ્તો બંધ રહેશે. જે અંગે મ્યુનિ. કમિશનર દ્વારા જાહેર નોટીસ પ્રસિદ્ધ કરવામાં આવી છે.

વૈકલ્પિક માર્ગ તરીકે રણમલ તળાવ ગેઈટ નંબર ૯ મેઈન રોડથી ન્યુ સ્કૂલ મેઈન રોડ વાળો માર્ગ અને રોડની આજુબાજુ દિ. પ્લોટ શેરી નં. ૧ થી ૧ર ના આંતરિક રસ્તાનો ઉપયોગ થઈ શકશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh