જામનગર તા. ૩ઃ જામનગરમાં ગ્રેઈન માર્કેટ વિસ્તારમાં કચરાના એક ઢગમાં આજે બપોરે કોઈ રીતે આગ ભભૂકી હતી. જેની કોઈએ ફાયરબ્રિગ્રેડને જાણ કરતાં ફાયરનો કાફલો ત્યાં ધસી ગયો હતો. સળગી રહેલા કચરા પર ફાયરના જવાનોએ પાણીનો મારો ચલાવતા આગ ગણત્રીની મિનીટોમાં કાબૂમાં આવી જવા પામી હતી. આગના કારણે કોઈ નુકસાની થઈ ન હતી.