Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના આસામીને મેડિકલ સારવારની રકમ વ્યાજ સાથે ચૂકવવા ફોરમ દ્વારા આદેશ

વ્યાજ તથા ખર્ચ પણ ચૂકવવંુ પડશેઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૧: જામનગરના એક આસામીએ મેળવેલી હેલ્થ પોલિસી અન્વયે બીમારીની સારવારનો ખર્ચ મેળવવા ક્લેઈમ કર્યાે હતો. તે ક્લેઈમ ન ચૂકવાતા વીમા કંપની સામે ફોરમમાં ફરિયાદ કરાઈ હતી. ફોરમે વ્યાજ સાથે ક્લેઈમ ચૂકવવા આદેશ કર્યાે છે.

જામનગરના શૈલેષભાઈ રણછોડભાઈ સાવલીયા નામના આસામીએ નીવા બુપા હેલ્થ ઈન્સ્યોરન્સ કંપની પાસેથી પોલિસી મેળવી હતી. તે પછી શૈલેષભાઈ બીમાર પડતા તેઓએ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર મેળવી હતી. જેમાં રૂ.ર,૭૧,૭૯૮નો ખર્ચ થયો હતો.

તે રકમ માટે વીમા કંપની સમક્ષ કલેઈમ કરાતા બે વર્ષ સુધી તેની રકમ ચૂકવવામાં આવી ન હતી. તેથી ગ્રાહક ફોરમમાં શૈલેષભાઈએ ફરિયાદ નોંધાવી હતી. તે ફરિયાદ ચાલી જતા ફોરમે ઉપરોક્ત રકમ નવ ટકા વ્યાજ સાથે ચૂકવી આપવા વીમા કંપનીને હુકમ કર્યાે છે. ફરિયાદ ખર્ચના રૂ.ર હજાર અલગથી આપવા આદેશ કરાયો છે. ફરિયાદી તરફથી વકીલ ભાર્ગવ મહેતા રોકાયા હતા.

જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh