Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં રૂ।.૧.૮૨ લાખની રકમનો ચેક પરત ફરવાના કેસમાં મહિલાને સજા

ધંધા માટે નાણા ઉછીના લીધા હતાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨: જામનગરમાં રૂ।.૧.૮૨ લાખની રકમનો ચેક પરત ફરવાના કેસમાં એક મહિલાને અદાલતે એક વર્ષની સજા અને દંડનો હુકમ કર્યાે છે.

જામનગરમાં રહેતા અને પરેશ શંકરભાઈ કનખરા પાસેથી જામનગરમાં બ્યુટીપાર્લરનો વ્યવસાય કરતા પાર્વતીબેન ભાવેશભાઈ કટારમલ દ્વારા કાપડની ખરીદી પતિ માટે રિક્ષા ખરીદી અને સોપારી કાપવાના મશીનની ખરીદી માટે રૂ।.૧.૮ર લાખની રકમ હાથઉછીની લેવામાં આવી હતી અને તેની પરત ચૂકવણી માટે ચેક આપ્યો હતો. જે ચેક બેંકમાંથી પરત ફરતા નેગો. ઈન્સ.ની કલમ હેઠળ કોર્ટમાં ફરિયાદ નોંધાવાઈ હતી. આ અંગેનો કેસ પાંચમા એડી. ચીફ જ્યુ. મેજી. એમ.આર. લાલવાણી સમક્ષ ચાલી જતા તમામ રજૂઆતોને ધ્યાને લઈ આરોપી પાર્વતીબેન ભાવેશભાઈ કટારમલને એક વર્ષની સાદી કેદની સજા અને રૂ।.૧.૮ર લાખની રકમ ફરિયાદીને વળતર પેટે ચૂકવી આપવા હુકમ કરાયો છે. દંડની રકમ ન ચૂકવે તો વધુ ત્રણ માસની સાદી કેદની સજા ફટકારવામાં આવી છે.

આ કેસમાં ફરિયાદી તરફે વકીલ ઉદયસિંહ ડી. ચાવડા, બેનઝીર જુણેજા, કપિલ તીર્થાણી અને વિરાજસિંહ ચાવડા રોકાયા હતા.

જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh