ભાણવડમાં રામેશ્વર પ્લોટમાં જુગાર રમતા સાત મહિલા ઝડપાયા

જામનગર તા. ૭ઃ ભાણવડના રામેશ્વર પ્લોટમાં ગઈકાલે જાહેરમાં ગંજીપાનાથી જુગાર રમતા સાત મહિલાને પોલીસે પકડી પાડ્યા હતાં. જયારે દ્વારકાના મેવાસા ગામમાંથી પાંચ પન્ટર પોલીસના દરોડામાં ઝડપાઈ ગયા હતાં.

ભાણવડ શહેરમાં આવેલા રામેશ્વર પ્લોટમાં ગઈકાલે સાંજે કેટલાક મહિલાઓ જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી પરથી ભાણવડ પોલીસે દરોડો પાડતા ત્યાંથી રમીલાબેન રસીકભાઈ વાંરગીયા, જાનુબેન ભીખુભાઈ હિંગોરા, ભાનુબેન માલદેભાઈ સિંગરખીયા, શેરબાનુ મહેબુબશા રફાઈ, વાલીબેન મનુભાઈ સોરઠીયા, રોશનબેન ઓસમાણભાઈ હિંગોરા, અમીનાબેન મામદભાઈ સમા નામના સાત મહિલા ગંજીપાના કુટતા મળી આવ્યા હતાં. પોલીસે પટ્ટમાંથી રૃા. ૨૪૦૦ રોકડા કબ્જે કરી ગુન્હો નોંધ્યો છે.

દ્વારકા તાલુકાના મેવાસા ગામના વાડી વિસ્તારમાં ગઈકાલે સાંજે ગંજીપાનાથી જુગાર રમતા સુમરાભા પબુભા કેર, મીયાભા હધુભા માણેક, કાળુભા પૂંજાભા, મેરૃભા વાલાભા માણેક, ભાયાભા રાયદેભા કેર નામના પાંચ શખ્સને પોલીસે દરોડો પાડી પકડી લીધા હતાં. પટમાંથી રૃા.૧૦૨૭૦ ઝબ્બે થયા છે.

close
Ank Bandh 29 March
close
PPE Kit