જામનગર શહેર/જિલ્લા કોંગ્રેસ દ્વારા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ધ્વજવંદન

ભારતના પ્રજાસત્તાક પર્વની ઉજવણી અન્વયે આજે શહેર કોંગ્રેસ કાર્યાલય પાસે ધારાસભય વિક્રમભાઈ માડમના હસ્તે અને જિલ્લા કોંગ્રેસ કાર્યાલયમાં જિલ્લા પ્રમુખ જીવણભાઈ કુંભારવડીયાના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમો યોજાયા હતાં. આ કાર્યક્રમો દરમિયાન શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, પ્રદેશ પ્રતિનિધિઓ યુસુફભાઈ ખફી, સહારાબેન મકવાણા, શહેર મહિલા પ્રમુખ રંજનબેન ગજેરા, પૂર્વ કોર્પોરેટરો દેવશીભાઈ આહીર, જેનમબેન ખફી, આનંદ ગોહીલ, પૂર્વ જિલ્લા કાર્યકારી પ્રમુખ કરણદેવસિંહ જાડેજા, યુવા કોંગ્રેસ અને એનએસયુઆઈના યુવા આગેવાનો ડો. તૌસિફખાન પઠાણ, મહિપાલસિંહ જાડેજા, શક્તિસિંહ જેઠવા તેમજ અન્ય પદાધિકારીઓ, કોંગી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.               (તસ્વીરઃ પરેશ ફલિયા)

close
Ank Bandh 26 January
close
PPE Kit