Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અન્ય એક શખ્સની શોધખોળઃ
જામનગર તા. ૪: જામનગરના એમ.પી. શાહ ઉદ્યોગનગરમાંથી રૂ।.૧.૩ર કરોડના બ્રાઉન હેરોઈન સાથે ઝડપાયેલા આરોપીને જેલહવાલે કરાયો છે. તેણે વાંકાનેરના એક શખ્સનું નામ આપ્યું હતું તેની શોધ કરાઈ રહી છે.
જામનગરના એમ.પી. શાહ ઉદ્યોગનગર વિસ્તારમાં રામદેવપીર ચોક પાસેથી એન્ટી નાર્કોટીક્સ વીંગની ટીમે સંતકબીર આવાસમાં રહેતા શાહરૂખ સલીમ વાંઢા નામના શખ્સના બાઈકને રોકી લઈ આ શખ્સની તલાશી લીધી હતી.
તેની પાસેથી માચીસના બે ખોખામાંથી ૬.૬૩ ગ્રામ બ્રાઉન હેરોઈન મળી આવ્યું હતું. રૂ।.૧ કરોડ ૩ર લાખના ડ્રગ્સના આ જથ્થા સાથે શાહરૂખની ધરપકડ કરાઈ હતી. આ શખ્સને રિમાન્ડ પર લેવાયા પછી જેલહવાલે કરાયો છે. વાંકાનેરના હાર્દિક નામના શખ્સની શોધખોળ કરાઈ રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial