| | |

દેશવ્યાપી વિરોધ પ્રદર્શનોઃ સંસદમાં પડ્યા પડઘા

હૈદ્રાબાદમાં એક મહિલા તબીબ સાથે ગેંગરેપ કરીને કરાયેલી કરપીણ હત્યાના વિરોધમાં દેશવ્યાપી પ્રદર્શનો થઈ રહ્યા છે. હૈદ્રાબાદથી લઈને સંસદ પરિસર સુધી થઈ રહેલા વિરોધ પ્રદર્શનોના પડઘા સંસદમાં પણ પડ્યા છે. આજે કોંગ્રેસ દ્વારા પણ આ ઘટનાના વિરોધમાં દેખાવો યોજાનાર છે. કોંગ્રેસ સહિતના વિપક્ષોએ આ મુદ્દો સંસદમાં ઊઠાવ્યો હતો. કોંગ્રેસે દિલ્હી સહિત દેશના અનેક શહેરોમાં રેલી કાઢી હતી. દિલ્હીના જંતર-મંતર પર આજે બપોરે થયેલા વિરોધ-પ્રદર્શનમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતાં. સંસદમાં સમાજવાદી પાર્ટીના જયા બચ્ચન, જી. કિશન રેડ્ડી સહિતના સાંસદોએ આ મુદ્દે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. રાજ્યસભા અને લોકસભાના અધ્યક્ષોએ પણ આ મામલે પીડિતાના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. આ ઘટના માટે બોલીવુડે પણ આક્રોશ વ્યક્ત કર્યો હોવાની વિગતો અપાઈ હતી. રક્ષામંત્રી રાજનાથસિંહે સંસદમાં કહ્યું હતું કે જરૃર પડ્યે સરકાર આ માટે વધુ કડક કાયદો ઘડવા પણ તૈયાર છે. રાજ્યસભાના અધ્યક્ષ વૈંકેયા નાયડુએ કહ્યું હતું કે, મહિલા વિરૃદ્ધના જઘન્ય ગુન્હાઓ સામે લડવા માટે રાજકીય ઈચ્છાશક્તિ, પ્રશાસનિક કૌશલ અને માનસિક્તા બદલવાની જરૃર છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit