Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજ્યકક્ષાના મંત્રીઓ પ્રવીણભાઈ માળી અને રિવાબા જાડેજા દ્વારા
પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મજયંતી નિમિત્તે સમગ્ર દેશ સાથે જામનગરમાં પણ ગાંધીજીને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. જામનગરના ચાંદીબજારમાં યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ અને વાહનવ્યવહાર મંત્રી પ્રવીણભાઈ માળી તથા રાજ્યકક્ષાના પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગના મંત્રી રિવાબા જાડેજાએ મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
મહાત્મા ગાંધીજીના સત્ય, અહિંસા, સાદગી, સ્વચ્છતા અને રાષ્ટ્રસેવાના આદર્શોને સ્મરણ કરી ઉપસ્થિત મહાનુભાવોએ બાપુના વિચારોને જીવનમાં આત્મસાત કરવાની પ્રેરણા લીધી હતી. ગાંધીજીના વિચારો અને તેમના આદર્શોને નવી પેઢી સુધી પહોંચાડવા તથા સમાજમાં સ્વચ્છતા, શાંતિ, સદભાવ અને રાષ્ટ્રપ્રેમની ભાવનાને વધુ મજબૂત બનાવવા સૌને સંકલ્પબદ્ધ થવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં મેયર મોનિકાબેન વ્યાસ, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, જિલ્લા કલેક્ટર પી.બી. પંડયા, જામનગર મહાનગરપાલિકાના કમિશનર દીપેશ કેડિયા, ડેપ્યુટી મેયર રાકેશભાઈ ડેર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરેનભાઈ મોનાણી, શાસક પક્ષના નેતા અમર મોદી, દંડક પ્રવિણાબેન રૂપડીયા, અગ્રણીઓ બીનાબેન કોઠારી અને ડો.વિનોદભાઈ ભંડેરી, આગેવાનો, કોર્પોરેટરો, અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહૃાા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial