ખંભાળીયામાં યોજાઈ ભારતીય જનતા ૫ાર્ટીની વિરાટ વિજય સભા

ખંભાળીયા તા. ૩ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત, દ્વારકા તથા ખંભાળીયા તાલુકા પંચાયતો તેમજ ખંભાળીયા નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીએ જ્વલંત વિજય મેળવતા ખંભાળીયાના જોધપુર નાકા ચોકમાં ભાજપની વિજય સભા યોજાઈ હતી.

આ વિજય સભામાં સાંસદ સભ્ય પૂનમબેન માડમે ખંભાળીયાની જનતાનો ભાજપના વિકાસ મંત્રમાં વિશ્વાસ મૂકી પ્રચંડ જનસમર્થન આપવા બદલ આભાર માન્યો હતો. જિલ્લા ભાજપ પ્રમુખ ખીમભાઈ ખંભાળીયા નગરપાલિકામાં વિજેતા થનાર ભાજપના ૨૬ ઉમેદવારો, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતોમાં વિજયી ઉમેદવારોનું સંસદ સભ્ય તેમજ પી.એસ.જાડેજા, ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આ સભાનું સંચાલન ભાજપ અગ્રણી કિરીટભાઈ ખેતીયા, ઈન્દ્રજીતસિંહ પરમારે કર્યું હતું. ભાજપના આગેવાનો વીરપાર ગઢવી, જોગલ, પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ ચાવડા, પૂર્વ મંત્રી મુળુભાઈ બેરા, શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ તન્નાએ મતદારોનો આભાર માની વિજેતાઓને અભિનંદન આપ્યા હતા. આ ઉપરાંત સભામાં મયુરભાઈ ગઢવી, શૈલેષભાઈ કણઝારીયા, જીતેન્દ્રભાઈ કણઝારીયા, હિતેન્દ્રભાઈ આચાર્યએ પણ પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું હતું.

હિતેશભાઈ પીંડારીયા, ઘેલુભા જાડેજા, હરીભાઈ નકુમ, શ્વેતાબેન શુક્લ, ઓખાના મોહનભાઈ બારાઈ, ફાલ્ગુનીબેન વ્યાસ, ભવાનભાઈ કણઝારીયા, રાજુભાઈ ધ્રુવ, નિકુંજભાઈ વ્યાસ વગેરે હાજર રહ્યા હતા. પાલિકાના સાતેય વોર્ડના ઈન્ચાર્જનું પણ સન્માન કરાયું હતું.

close
Ank Bandh 29 March
close
PPE Kit