ત્રિપલમાં જતા તેમજ વેપારીઓ સામે સોશ્યલ ડિસ્ટન્સ ભંગના ગુન્હા

જામનગર તા. ૧૫ઃ જામનગરના મેહુલનગર વિસ્તારમાં ત્રિપલ સવારીમાં જતા એક બાઈકને પોલીસે રોકાવી તેના પર સવાર ત્રણ શખ્સ સામે અને પોતાની દુકાનમાં ગ્રાહકો વચ્ચે અંતર નહીં રખાવનાર પાંચ વેપારી સામે સોશ્યલ ડિસ્ટન્સ ભંગના ગુન્હા નોંધ્યા છે જ્યારે માસ્ક પહેર્યા વગર નીકળેલા અને કારણવગર આંટા મારતા ચાર સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે.

જામનગર સહિત સમગ્ર દેશમાં આપવામાં આવેલા અનલોક-૪માં વેપારીઓ તેમજ નાગરિકોને મહત્તમ છૂટછાટ આપવામાં આવી છે પરંતુ માસ્ક પહેરવા અને સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા તેમજ કારણવગર ઘરની બહાર ન નીકળવા સૂચન પણ કરવામાં આવ્યું છે. તેમ છતાં કેટલાક સ્થળોએ તે સૂચનનો ભંગ થતો હોય પોલીસ કાર્યવાહી કરી રહી છે. જેમાં ગઈકાલે શહેરના મેહુલનગર વિસ્તારમાંથી જીજે-૧૦-બીકે-૮૭૮૬ નંબરના મોટર સાયકલમાં રમીઝ નિઝામ સફીયા, મકસુદ હનીફભાઈ સફીયા તથા સોયબ અજીતભાઈ સફીયા નામના ત્રણ શખ્સ મોટર સાયકલમાં ત્રિપલ સવારીમાં નીકળતા પોલીસે ટુ-વ્હીલરમાં બે વ્યક્તિથી વધુને જવા માટે મંજુરી ન હોવા છતાં ઉપરોક્ત શખ્સો ત્રિપલ સવારીમાં નીકળ્યા હોય પોલીસે ત્રણેય સામે ડીઝાસ્ટર મેનેજમેન્ટ તથા આઈપીસીની કલમો હેઠળ ગુન્હો નોંધ્યો છે.

શહેરના ખંભાળીયા નાકા બહાર આવેલા શિવહરી ટાવર સામે ન્યુ મહારાજા ભાજીકોન નામની રેકડી ચલાવતા હિતેન અશોકભાઈ કનખરાએ ગ્રાહકો વચ્ચે સોશ્યલ ડિસ્ટન્સ નહીં જાળવતા પોલીસે કાર્યવાહી કરી છે જ્યારે ઈન્દિરા માર્ગ પર ફાયર સ્ટેશન પાસે કચ્છી દાબેલી નામની દુકાન ધરાવતા કલ્પેશ મણીલાલ મોટાએ પણ પોતાની દુકાનમાં સોશ્યલ ડિસ્ટન્સ જાળવ્યું ન હતું અને જામનગર નજીકના વિભાપરના લખમણભાઈ રઘાભાઈ ભરવાડે ગોકુલનગર જકાતનાકા પાસે પોતાની ગાત્રાળ ચા નામની હોટલે પણ વધુ માણસો એકઠા કરતા પોલીસ દોડી ગઈ હતી.

કાલાવડ તાલુકાના મકરાણી સણોસરા ગામના પાટીયા પાસેથી ધોરાજીના કૈલાશનગરવાળો રસીક રવજીભાઈ સગર કારણવગર ઊભેલો જોવા મળતા અને જામનગરમાં એમ્યુઝમેન્ટ પાર્ક પાસે ભાવીક મુળજીભાઈ ગોરી પણ કારણવગર આંટા મારતા મળી આવતા પોલીસે બન્ને સામે ગુન્હા નોંધ્યા છે. જામનગર તાલુકાના સિક્કામાં મટીરીયલ ગેઈટ પાસેથી ડીસીસી કોલોની પાછળની માર્કેટ નજીક રહેતો બ્રિજરાજસિંહ ખુમાનસિંહ જાડેજા માસ્ક ધારણ કર્યા વગર નીકળતા, અબ્બાસ ઈસ્માઈલ સંઘાર અને કાલાવડના મુખ્ય બજારમાંથી સોહીલ હારૃનભાઈ મેમણ, વિજય બાબુભાઈ ગોહિલ પણ માસ્ક પહેર્યા વગર જતા જોવા મળતા પોલીસે તે ચારેફ સામે પણ ગુન્હા નોંધ્યા છે.

close
Ank Bandh
close
PPE Kit