મોહનનગર આવાસના બ્લોકમાંથી શરાબની સાત બોટલ ઝડપાઈ

જામનગર તા.૨૧ઃ જામનગરના મોહનનગર આવાસમાંથી એલસીબીએ અંગ્રેજી શરાબની સાત બોટલ સાથે એક શખ્સને પકડી પાડ્યો છે જયારે રણજીતનગરમાં પોલીસને જોઈને એક શખ્સ શરાબની બે બોટલ અને પોતાનું બાઈક મૂકી પલાયન થઈ ગયો છે.

જામનગરના ગુલાબનગર વિસ્તાર સામે આવેલા મોહનનગર નજીકના આવાસમાં એક શખ્સ પાસે અંગ્રેજી શરાબ હોવાની બાતમી એલસીબીના હે.કો. યશપાલસિંહ જાડેજા તથા પો.કો. યોગરાજસિંંહ રાણાને મળતા પી.આઈ. કે.જી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ ગઈકાલે રાત્રે મોહનનગર આવાસના બ્લોક નં. ૧૧ માં ૪૦૮ નંબરના રૃમમાં દરોડો પાડવામાં આવતા ત્યાંથી અંગ્રેજી શરાબની ૭ બોટલ સાથે નિરજ મનજીભાઈ કટારમલ નામનો શખ્સ ઝડપાઈ ગયો હતો. તેણે આ જથ્થો દિગ્વિજય પ્લોટ ૫૮ માં રહેતા મેહુલ ભાનુશાળી પાસેથી લીધો હોવાની કબુલાત આપી છે.

રણજીતનગરમાં આવેલી પટેલસમાજની વાડી પાસેથી ગઈકાલે સાંજે પસાર થતાં જીજે-૧૦-સીકયુ-૭૧૮૯ નંબરના હીરો મોટરસાયકલને પોલીસે રોકાવ્યું હતું તેનો ચાલક દિગ્વિજય પ્લોટ ૫૮ માં રહેતો નાનજી ભદ્રા પોલીસને જોઈને નાસી ગયો હતો. પોલીસે તેના બાઈકમાં ટીંગાડેલી થેલીમાંથી શરાબની બે બોટલ કબ્જે કરી છે.

close
Ank Bandh
close
PPE Kit