Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ દ્વારા
જામનગર તા. ૧૧: જામનગર તાલુકાના સિંચાઈના ડેમોમાં સૌની યોજના મારફત સિંચાઈ માટે પાણીથી ભરવા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રૂબરૂ મળી ગાંધીનગર, જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલે રજૂઆત કરી હતી.
જામનગર ગ્રામ્ય વિધાનસભા મત વિસ્તારમાં આવેલા સિંચાઈના ડેમોમાં તાત્કાલિક નર્મદાના નીર સૌની યોજના મારફતે ઠાલવવા ભારપૂર્વક રજૂઆત કરી હતી. જેમાં ઉંડ-૧, ઉંડ-ર, વોડીસાંગ, સસોઈ, રૂપારેલ, કંકાવટી, વાગડીયા, રણજીતસાગર, સપડા, રંગમતી સહિતના ડેમોમાં સૌની યોજના મારફતે યુદ્ધના ધોરણે પાણી ઠાલવી આ ડેમો ભરવા માટે રૂબરૂ મળીને મૌખિક તેમજ લેખિત સ્વરૂપે માંગણીઓ કરી હતી. મુખ્યમંત્રીએ આ રજૂઆતો અંગે સહાનુભૂતીપૂર્વક કાર્યવાહી કરવા ખાત્રી આપી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial