| | |

ખેત ઉત્પાદનના ભાવ સતત નીચા જતાં જગતના તાતની ચિંતાજનક સ્થિતિ

ખંભાળીયા તા. રરઃ દેવભૂમિ દ્વારકા જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં ખેડૂતોએ વાવેલા ખેત ઉત્પાદનો તેના તૈયાર થયાના સમયે જ ભાવમાં અડધાથી ર૦ ગણાનો ઘટાડો થઈ જતાં ખેડૂતો કે જે 'જગતનો તાત' કહેવાય છે તેને. માથું પકડી હોવાનો વારો આવ્યો છે...!!

ગુજરત કિસાન કોંગ્રેસ પ્રમુખ પાલભાઈ આંબલિયાએ જણાવેલ કે, ખેડૂતોએ કપાસ વાવ્યો ત્યારે ભાવ મણનો ૧ર૦૦ થી ૧૩૦૦ હતો, જ્યારે અત્યારે ૬પ૦ થી ૭૦૦ જ મળે છે...!! ખેડૂતોએ કિંમતી બિયારણ લઈને ડુંગળીનું વાવેતર કર્યુ ત્યારે મણનો ડુંગળીનો ભાવ ર૦૦૦ રૃપિયા હતો. અત્યારે ૧૦૦ રૃપિયા જ છે. એટલે ર૦ ગણા ભાવ ઘટ્યા...! એ જ રીતે એરંડાનું વાવેતર ખેડૂતોએ કર્યુ ત્યારે મણનો ભાવ ૧૧પ૦ થી ૧રપ૦ હતો. તે પણ અત્યારે રૃા. ૬પ૦ થી ૬૭પ નો ભાવ છે...!! એટલે કે અડધા ભાવ છે...!! દુનિયામાં ખેતી જ એવો વ્યવસાય છે કે, જેમાં પ્રોડકશનના ઈનપુટ વખતે જે ભાવ હોય તો ઉત્પાદન સમયે અડધાથી ર૦ ગણા ઘટી જાય...!! ખેડૂતો પાસે માલનો ભરાવો થઈ ગયો હોય તથા યોગ્ય વિકલ્પ ન મળતા ખેડૂતોએ ખેત પેદાશો લઈને રાજકોટ કલેક્ટરમાં જઈને તેના પૈસા પી.એમ. કેર્સ ફંડમાં જમા કરાવીને હરાજીમાં ખેત ઉત્પાદનોનું શું મૂલ્ય આવે તે સરકારને ખબર પડે તેમાં પણ પોલીસને અને તંત્રને વાંધો આવ્યો...!!

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit