| | |

સીદસરના વિજપુર વિદ્યા સંકુલમાં નશાબંધી સપ્તાહની ઉજવણી સંપન્ન

જામનગર તા. ૦૯ઃ નશાબંધી અને આબકારી ખાતું, ગૃહ વિભાગ દ્વારા રાષ્ટ્રપિતા પૂજય મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિત્તે તા. ૦ર ઓકટોબરથી ૦૮ ઓકટોબર સુધી તેઓના નશાબંધી અંગેના વિચારોને ફેલાવો કરવા નશાબંધી અને આબકારી ખાતા દ્વારા વિવિધ કાર્યક્રમો દ્વારા લોકોમાં નશાબંધી બાબતે વધુમાં વધુ જાગૃતિ લાવવા માટેના પ્રયાસો કરવામાં આવે છે.

નશાબંધી અને આબકારી ખાતાનાં અધિક્ષકશ્રી એસ.સી. વાળાનાં માર્ગેદર્શન હેઠળ નશાબંધી સપ્તાહ - ર૦૧૯ અંતર્ગત તા. ૦૩/૧૦/ર૦૧૯ ના વિજાપુર વિદ્યા સંકુલ - સીદસરમાં વિવિધ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો, હરીફાઈઓ તેમજ ઈનામ વિતરણનો ભવ્ય કાર્યક્રમનું  આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નિયામક નશાબંધી અને આબકારી ગુજરાત રાજય સુનિલકુમાર (આઈએસએસ) ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી તેમજ સંકુલના પ્રમુખ ચિમનભાઈ શાપરીયા, બાળ અને મહિલા સુરક્ષા અધિકારી સી.ડી. ભાંભી તેમજ સંકુલ આચાર્ય કેવીન ફળદુ, કેમ્પસ ડાયરેકટર જાવિયા વગેરે હાજર રહ્યા હતા.

આ કાર્યક્રમના પ્રારંભે અધિક્ષક એસ.સી. વાળા દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન આપવામાં આવ્યું હતું. સંકુલના વિદ્યાર્થી દ્વારા પૂજ્ય મહાત્મા ગાંધીજીના પ્રિય ભજન "વશ્નવ જન તો તેને કહિયે" તેમજ "હું ગુજરાત છું." નામની કવિતા રજુ કરવામાં આવેલ હતી. બાળ અને મહિલા સુરક્ષા અધિકારી સી.ડી. ભાંભી દ્વારા વ્યસનના કારણે સમાજને થતું નુકસાન તેમજ મહિલા અને બાળકોની સુરક્ષા માટે વ્યસન મુકત સમાજ કેટલો જરૃરી છે જે અંગે માહિતી આપી હતી. અતિથી વિશેષ સુનિલકુમારે પ્રસંગ અનુલક્ષીને પોતાના વિચારો રજુ કર્યા હતા. આ સંકુલનાં આશરે ૧૦૦૦ વિદ્યાર્થીઓ સમજી શકે એવી સરળ ભાષામાં વ્યસન જેવા દુષણોથી થતાં આર્થિક, સામાજિક, શારીરિક નુકસાન અંગે અવગત કરાવવામાં આવ્યાં અને ભવિષ્યમાં કયારેય વ્યસન કરી પોતાનું તેમજ પોતાના પરિવારનું અહીત ન કરવા સમજાવ્યા હતા.

આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી તેમજ સંકુલના પ્રમુખ ચિમનભાઈ શાપરિયા દ્વારા બાળકોને વ્યસનથી દૂર રહેવા અને તેનાથી થતા નુકસાન અંગેની સમજ આપવામાં આવી હતી. તેમજ રાજય સરકાર અને નશાબંધી ખાતા દ્વારા કરવામાં આવતા પ્રયાસોને બિરદાવવામાં આવ્યા હતાં. કાર્યક્રમના અંત ભાગમાં નશાબંધી સપ્તાહ - ર૦૧૯ ના ઉક્રમે યોજવામાં આવેલ વિવિધ સ્પર્ધાઓમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ મેળવનાર બાળકોને પ્રોત્સાહન ઈનામ આમંત્રીત મહેમાનો અને અતિથી વિશેષના હસ્તે આપવામાં આવ્યા હતા. બાળકોને આજીવન વ્યસનથી દૂર રહેવા તેમજ પરિવારના કોઈ સભ્ય વ્યસન કરતા હોય તો તેઓને વ્યસનમુકત કરવા માટે શપથ લેવડાવવામાં આવ્યા હતા.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit