| | |

ભાટિયામાં રોગચાળો બેકાબૂઃ ઘેર-ઘેર માંદગીના ખાટલા

ભાટિયા તા. ૯ઃ ભાટિયામાં રોગચાળો બેકાબૂ બનતા ઘેર-ઘેર માંદગીના ખાટલા જોવા મળી રહ્યા છે. ગામમાંથી ગંદકી હટાવીને જંતુનાશક દવાનો છંટકાવ કરવાની માંગ ઊઠી રહી છે.

જામનગરમાં વકરેલા રોગચાળાની અસર ભાટિયા સુધી પહોંચતા અહીં ચિકનગુનિયા, ડેન્ગ્યૂ, તાવ, શરદી, ઉધરસના રોગે ગામને ભરડો લીધો છે અને ઘેર-ઘેર માંદગીના ખાટલાઓ દેખાઈ રહ્યા છે.

ભાટિયાના સરકારી દવાખાના ઉપરાંત ખાનગી દવાખાનાઓ દર્દીઓથી ઉભરાય રહ્યા છે અને લોકો રોગનો સામનો કરી રહ્યા છે.

આરોગ્ય તંત્ર આ બેકાબૂ બની રહેલા સંદર્ભે વધુ કદમ ઊઠાવે અને વહેલાસર ગામમાં સર્વે કરાવે તેમજ તમામ વિસ્તારોમાં દવાનો છંટકાવ અને યોગ્ય સફાઈ તાકીદે કરાવે તેવી લોકમાંગ ઊઠવા પામી છે. આ ઉપરાંત જિલ્લા આરોગ્ય તંત્ર તાકીદે ડોક્ટરોની ટીમો મૂકી ઘેર-ઘેર ડોર ટુ ડોર લોકોને યોગ્ય માર્ગદર્શન અને જરૃરી દવાઓ સાથે જરૃરી સૂચનો કરી માહિતગાર કરે અને ફોંગિંગ મશીનો દવાનો છંટકાવ કરાવી પંચાયત તંત્રને સાથે રાખી ગામના અલગ-અલગ વિસ્તારમાં થયેલી ભારે ગંદકી દૂર કરાવે તે અતિ જરૃરી છે. તંત્ર દ્વારા વહેલાસર પગલાં નહીં ભરાય તો આ રોગચાળો વધુ ભયાનક બની શકે છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit