કલ્યાણપુરના પાનેલી રેણુકા વાડી વિસ્તારમાં રહેતા દેવસીભાઈ ભોજીયા સાથે સતાપર ગામના હરદાસ કરશનભાઈ વારોતરીયાને મેસેજ કરવા માટે મનદુઃખ થયું હતું. તેનો ખાર રાખી હરદાસ, વજસી કરશનભાઈ, સંજય નારણભાઈ, ભીમસી ખીમાભાઈ વારોતરીયાએ માર મારી જયેશનો મોબાઈલ તોડી નાખ્યાની ફરિયાદ કરાઈ છે.

કલ્યાણપુર તાલુકાના લાંબા ગામના ભરતભાઈ નારણભાઈ રાવલીયા શુક્રવારે રાત્રે ગામમાંથી જતા હતાં ત્યારે તેઓએ પોતાના બાઈકનું હોર્ન વગાડતા ત્યાં મોટર લઈને ઊભેલા દેવસીભાઈ કંડોરીયા, અરસી મેરગભાઈ, સોમાત કરણાભાઈ, સામત નથુભાઈ, કરણા મેરામણ કંડોરીયા, નારણ નથુભાઈ કંડોરીયાએ કુહાડી, લાકડી, પાઈપ વડે હુમલો કર્યો હતો. ભરતભાઈ અને દેવસીભાઈ વચ્ચે દસેક મહિના પહેલાં માથાકૂટ થઈ હતી જેની ફરિયાદ થયા પછી તેનો ખાર રાખી હુમલો કરાયાનું જણાવાયું છે.<">

ડમ્પર ધીમે ચલાવવાનું કહેતા ખેડૂત પર પાંચ શખ્સ તૂટી પડ્યા

જામનગર તા. ૧૭ઃ જામજોધપુરના અમરાપરમાં ડમ્પર ધીમે ચલાવવાનું કહેતા એક ખેડૂતને પાંચ શખ્સોએ માર માર્યો હતો જ્યારે કલ્યાણપુરના લાંબામાં અગાઉના મનદુઃખના કારણે છ શખ્સોએ એક યુવાનને લમધારી નાખ્યો હતો ઉપરાંત કલ્યાણપુરના પાનેલીમાં મેસેજ કરવાના મુદ્દે એક યુવાનને ચાર શખ્સે માર મારી મોબાઈલ ભાંગી નાખ્યો હતો.

જામજોધપુર તાલુકાના અમરાપર ગામના ખેડૂત હરદાસભાઈ પોપટભાઈ ઓડેદરા ગયા શુક્રવારે સાંજે ગામમાંથી પસાર થતા હતાં ત્યારે એક ડમ્પર પૂરપાટ ઝડપે નીકળતા તેઓએ ડમ્પરના ચાલકને તેનું વાહન ધીમું ચલાવવાનું કહ્યું હતું. આથી ડમ્પરચાલકે ફોન કરી પોતાના શેઠને બોલાવતા જીપમાં પોરબંદર જિલ્લાના કુતીયાણા તાલુકાના સીંધપુર ગામના પરબત લાખા ખુંટી, ગીગા લાખા, લાખા ભીમા ખુંટી અને રણમલ લાખા ખુંટી ધસી આવ્યા હતાં. આ શખ્સોએ અમારી ખાણનું કામ ચાલુ છે, ડમ્પર પૂરપાટ જ ચલાવાશે તેમ કહી તલવાર વડે હુમલો કરી ફડાકા ઝીંક્યા હતાં અને મારી નાખવાની ધમકી આપી હતી. જામજોધપુર પોલીસે હરદાસ ઓડેદરાની પાંચેય શખ્સો સામે ગુન્હો નોંધ્યો છે.

/p>
close
Nobat Subscription