Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વારસાઈ-સંપત્તિમાં મહિલાઓને સમાન હક્ક
ગાંધીનગર તા. ૨: ગુજરાત વિધાનસભાએ પસાર કરેલા યુસીસી બિલને રાષ્ટ્રપતિએ મંજુરી આપી દીધી છે.
ગુજરાત વિધાનસભામાં પસાર થયેલા યુસીસી બિલને રાજ્યપાલ બાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મંજૂરી આપતાં તે કાયદો બન્યો છે. હવે રાજ્યમાં ગેઝેટ પ્રસિદ્ધ થતા જ યુસીસી અમલમાં આવશે. આ કાયદાથી મહિલાઓને સંપત્તિમાં સમાન હક મળશે. એસટી સમુદાયને મુક્તિ અપાઈ છે. લગ્નની ફરજિયાત નોંધણી અને લીવ-ઇન રિલેશનશિપ માટે કડક નિયમો બનાવાયા છે.
ગુજરાત સરકારે વિધાનસભામાં પાસ કરેલા યુસીસી બિલને આખરે રાજ્યપાલ પછી રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ મંજૂરી આપી દેતા તેણે કાયદાનો સ્વરૂપ ધારણ કર્યો છે. રાજ્યમાં યુસીસીના કાયદાનો ગેજેટ સાથે જ અમલ શરૂ થઈ જશે. આ સાથે હવે સંપત્તિ વારસાઈમાં મહિલાઓને સમાન હક મળશે.
ગુજરાતની વિધાનસભામાં યુનિફોર્મ સિવિલ કોડને લગતા બિલને મંજૂરી મળી ગયા પછી રાજ્યપાલ પછી રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુના હસ્તાક્ષર સાથે હવે યુસીસી કાયદો બની ગયો છે. રાજ્યપાલ અને રાષ્ટ્રપતિની આખરી મંજૂરી મળ્યા પછી ગુજરાત સરકારે 'ધી ગુજરાત યુનિફોર્મ સિવિલ કોડ, ૨૦૨૬' અંગેનું સત્તાવાર ગેઝેટ પ્રસિદ્ધ કરી દીધું છે. આ નવો કાયદો સમગ્ર ગુજરાત રાજ્યમાં તેમજ રાજ્ય બહાર રહેતા ગુજરાતના રહીશોને લાગુ પડશે.
બંધારણની કલમ ૩૬૬(૨૫) અને ૩૪૨ હેઠળ આવતા અનુસૂચિત જનજાતિ (એસટી) ના સભ્યો તથા બંધારણના ભાગ-૨૧ હેઠળ રક્ષિત પરંપરાગત અધિકારો ધરાવતા જૂથોને આ કાયદાની જોગવાઈઓમાંથી મુક્તિ આપવામાં આવી છે.
લગ્ન અને છૂટાછેડાનું ફરજિયાત રજીસ્ટ્રેશન જરૂરી છે. લગ્ન સમયે યુવકની ઉંમર ૨૧ વર્ષ અને યુવતીની ઉંમર ૧૮ વર્ષ પૂર્ણ હોવી અનિવાર્ય છે. આ કાયદો અમલમાં આવ્યા બાદ થતા તમામ લગ્નોનું ૬૦ દિવસની અંદર રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત રહેશે. જો નિયત સમયમાં નોંધણી નહીં કરાવાય તો દંડની જોગવાઈ રાખવામાં આવી છે.
આ કાયદાથી તમામ ધર્મોની પરંપરાગત લગ્નવિધિઓ (જેમ કે સપ્તપદી, નિકાહ, આશીર્વાદ, આણંદ કારજ વગેરે) પર કોઈ રોક નથી. એકપત્નીત્વના નિયમ મુજબ જીવિત જીવનસાથી હોય ત્યાં સુધી બીજા લગ્ન કરી શકાશે નહીં.
લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા કે રહેવા માંગતા યુગલોએ રજિસ્ટ્રાર સમક્ષ સંયુક્ત નિવેદન આપીને નોંધણી (રજીસ્ટ્રેશન) કરાવવી પડશે. જો લિવ-ઇન સંબંધોનો અંત આવે, તો તેની જાણ પણ રજિસ્ટ્રારને સંયુક્ત કે એકતરફી સ્ટેટમેન્ટ આપીને કરવાની રહેશે.
સમાન વારસાહક અને મિલકતનો અધિકાર મુજબ કોઈ વ્યક્તિ વસિયતનામું કર્યા વગર અવસાન પામે, તો તેની મિલકતમાં પત્ની/પતિ, સંતાનો અને માતા-પિતાને કાયદાકીય રીતે સમાન હિસ્સો મળશે. લગ્ન બહાર, સરોગસી કે દત્તક લીધેલા બાળકોને પણ જૈવિક બાળકોની જેમ જ કાયદાકીય અને વારસાહક સંબંધિત તમામ અધિકારો આપવામાં આવ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial