વાડીનારમાં ખાનગી કંપનીની ખારા પાણીની પાઈપલાઈનમાં વધુ એક વખત સર્જાયુ ભંગાણ

લાખો લીટર પાણીનો થયો વેડફાટઃ કંપનીની બેદરકારી?

વાડીનાર તા. ૨૯ઃ ખંભાળીયાના વાડીનારમાં આવેલી નયારા એનર્જી કંપનીની દરિયામાંથી કંપની સુધી પહોંચતી ખારા પાણીની પાઈપલાઈનમાં ગાબડુ સર્જાતા હજારો લીટર પાણી વહી નીકળ્યું હતું. વારંંવાર સર્જાતા ગાબડાઓનો કાયમી ઉકેલ લાવવાને બદલે થીગડા મરાતા હોય કંપનીની કાર્યનીતિ સામે સવાલો ઊભા થયા છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા તાલુકાના વાડીનારમાં દિનદયાળ પોર્ટમાં નયારા એનર્જી કંપનીની જેટી આવેલી છે. તે જેટીની ખારા પાણીની પાઈપલાઈનમાં ગઈકાલે સવારે લીકેજ થતા હજારો લીટર પાણી વેડફાઈ ગયું હતું. આ પાઈપલાઈન મારફતે દરિયામાંથી પાણી ઉપાડવામાં આવી કંપની તરફ મોકલવામાં આવે છે. તે પાણી ફીલ્ટર થઈ આખી કંપનીની જરૃરિયાત પૂરી કરે છે. તેમાં અવારનવાર લીકેજ સર્જાતુ રહે છે. તેનો કાયમી ઉપાય કરવાને બદલે થીગડા મારવામાં આવતા હોય પાણી વેડફાતુ રહે છે. કંપનીના અધિકારીઓ આ બાબતમાં મનમાની ચલાવી રહ્યા છે ત્યારે ગઈકાલે પાઈપ લાઈનમાં મોટુ ગાબડુ સર્જાતા કલાકો સુધી પાણીની રેલમછેલ થઈ હતી. જો કે ફૂલ ફોર્સથી ફેંકાતા પાણીને કારણે અનોખું દૃશ્ય સર્જાયું હતું. કંપનીનો સ્ટાફ અને વાડીનાર જિલ્લાના અધિકારીઓને ફોન મારફતે જાણ કરવામાં આવી હતી. તે પછી મુખ્ય વાલ્વ બંધ કરવામાં આવ્યો હતો. તેમ છતાં પાઈપલાઈન જ્યાં સુધી આખી ખાલી ન થઈ ત્યાં સુધી પાણી વેડફાતું હતું.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit