Advertisement
Author: નોબત સમાચાર

વોટર સ્પોર્ટસ પ્રવૃત્તિઓ માટે રજીસ્ટ્રેશન અને પરમિશન ફરજીયાત લેવી પડશે

રાજય સરકારનું નોટીફિકેશન

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૮: વોટર સ્પોર્ટસ પ્રવૃત્તિઓ માટે દેવભૂમિ દ્વારકામાં જિલ્લા મેજિસ્ટ્રેટ પાસે રજિસ્ટ્રેશન પછી સંબંધિત પ્રાંત અધિકારી પાસેથી ઓપરેશન પરમિશન લેવાની રહેશે.

બંદરો અને વાહનવ્યવહાર વિભાગ, ગુજરાત સરકારના નોટીફિકેશનથી ઈનલેન્ડ વેસલ્સ (રજિસ્ટ્રેશન, સર્વે એન્ડ ઓપરેશન ઓફ ક્લાસ) નિયમો, ર૦રર ના નિયમ-૬ હેઠળ કેટેગરી-સી માં આવતા વેસલ્સ (૧૦ મીટરથી ઓછી લંબાઈ ધરાવતા વેસલ્સ) ના તથા વિભાગના નોટીફિકેશન મુજબના ૧૦ મીટરથી ઓછી લંબાઈ ધરાવતા પ્લેઝર ક્રાફ્ટ રજિસ્ટ્રેશન કરવા અંગે કલેક્ટર દ્વારા આદેશો જાહેર કરાયા છે, જે મુજબ વોટર સ્પોર્ટસ પ્રવૃત્તિ કરવા ઈચ્છુક અરજદારો/સંસ્થાઓએ જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરીથી 'સી' વેસલ્સના રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ મેળવવાનું રહેશે. ત્યારપછી વેસલ્સની ઓપરેશન પરમિશન મેળવવા સંબંધિત વિસ્તારના સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ અને પ્રાંત અધિકારી સમક્ષ અરજદાર થવાનું રહેશે. તેમના કાર્યક્ષેત્ર પૂરતા વિસ્તારમાં ઈનલેન્ડ વેસલ્સ રૂલ્સ-ર૦ર૪ થી પ્રસિદ્ધ કરવામાં આવેલા ગુજરાત ઈનલેન્ડ વેસલ્સ રૂલ્સ ર૦ર૪ અને સરકારની વખતોવખતની જોગવાઈઓ મુજબ આનુષંગિક કામગીરી કરીને તેઓ દ્વારા ઓપરેશનલ પરવાનગીઓ આપવામાં આવશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh