અ.ભા.વિ.પરિષદ દ્વારા

જામનગર તા. ૨૩ઃ ખંભાળીયાના કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા એક ભાષણમાં લવ જેહાદને પ્રોત્સાહન આપતી ટીપ્પણી કરવામાં આવતા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, જામનગર શાખા દ્વારા લાલ બંગલા સર્કલમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તેમજ ધારાસભ્યને સદ્દબુદ્ધિ મળે તે માટે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. અ.ભા.વિ.પ.ના કાર્યકર્તાઓએ મંત્રોચ્ચાર સાથે પ્રાર્થના કરી હતી કે ધારાસભ્ય તથા વાસ્તવિક પરિસ્થિતિ પરિચિત થાય તેવા ભાષણો ન આપે. સંસ્થાના ગુજરાત પ્રાંત મીડિયા સંયોજક સમર્થ ભટ્ટ, જિલ્લા સંયોજક આશિષ પાટીદાર, કુશલ બોસમીયા, નગરમંત્રી સંજીત નાખવા, સહદેવસિંહ જેઠવા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

close
Ank Bandh 26 January
close
PPE Kit