જામનગરમાં ગુરૃનાનકજીની પપ૦મી જન્મ જ્યંતીની ઉમંગભેર ઉજવણી

જામનગરના શીખ સમાજ, સીંધી સમાજ તથા ધર્મપ્રેમીઓ દ્વારા પૂ. ગુરૃનાનકદેવજીની પપ૦મી જન્મજ્યંતીની ભક્તિભાવ સાથે આનંદ-ઉમંગ ભેર ઉજવણી કરવામાં આવી રહી છે. જામનગરના ગુરૃદ્વારા ગુરૃસીંઘ સભાના સ્થળેથી પ્રભાતફેરી, શોભાયાત્રા યોજાયા હતાં. ત્યારપછી તા. ૧૦-૧૧-ર૦૧૯ થી અખંડ પાઠ સાહેબનો આરંભ કરવામાં આવ્યો હતો. આજે સવારે અખંડ પાઠ સાહેબની પૂર્ણાહુતિ થઈ હતી. ત્યાર પછી શબ્દ કીર્તન અને ગુરૃ કે લંગર (મહાપ્રસાદ) નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉજવણીમાં જામનગરના શીખ સમાજ, સંધી સમાજના લોકો તેમજ ધર્મપ્રેમીઓ મોટી સંખ્યામાં જોડાયા હતાં.              (તસ્વીરઃ નિર્મલ કારીયા)

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit