Advertisement
Author: નોબત સમાચાર

મિઝોરમમાં મ્યાનમારનું વિમાન ક્રેશઃ બે ગંભીર

સૈનિકોને એરલિફટ કરવા આવ્યું હતું

આઈઝોલ તા. ર૩ઃ મિઝોરમમાં સૈનિકોને એરલિફટ કરવા આવેલું મ્યાનમારનું વિમાન ક્રેશ થતા તેમાં સવાર ૧૪ લોકો હતાં. તેમાંથી બે લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે.

ભારતના ઉત્તર-પૂર્વીય રાજય મિઝોરમમાં લેંગપુઈ એરપોર્ટ પર એક મોટી દુર્ઘટના બની છે. રાજધાની આઈઝોલ નજીક લેંગપુઈ એરપોર્ટ પર મ્યાનમાર આર્મીનું પ્લેન ક્રેશ થયું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સૈન્ય વિમાન મ્યાનમારથી સૈનિકોને એરલિફટ કરવા માટે આવ્યું હતું. અહેવાલ અનુસાર મ્યાનમારના બળવાખોરોના હુમલામાં બચી ગયેલા સૈનિકોને લેવા માટે આવેલું વિમાન લેંગપુઈ એરપોર્ટ પર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. વિમાન લેન્ડીંગ દરમિયાન રનવે પરથી લપસી જઈને ખાડામાં પડી ગયું હતું. જેના કારણે બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. જ્યારે અન્ય ૧ર લોકોને નાની-મોટી ઈજાઓ થઈ છે. ઉલ્લેખનીય છે કે, મ્યાનમારમાં બળવાખોરો અને મ્યાનમારની સેના વચ્ચે અથડામણ ચાલી રહી છે. જ્યારે બળવાખોરો ભારે પડ્યા ત્યારે લગભગ ૧૦૦ સૈનિકો ત્યાંથી ભારતીય સરહદ પરના મિઝોરમના લ્વાંગતલાઈ જિલ્લામંં આવી ગયા હતાં. આ વિમાન તે સૈનિકોને પરત લેવા માટે આવ્યું હતું. જે દુર્ઘટનાગ્રસ્ત બન્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh