Advertisement
Author: નોબત સમાચાર

દેશમાં ટોપ-ટુ બોટમ અદાલતોમાં જજની ૬ હજારથી વધુ જગ્યા ખાલીઃ કરોડો કેસોનો ભરાવો

સાંસદ પરિમલભાઈ નથવાણીના પ્રશ્નના જવાબમાં રાજયસભામાં અપાઈ માહિતી

નવીદિલ્હી તા. ૨૧: ગુજરાતની હાઈકોર્ટમાં ૧,૭૦,૯૬૩ કેસ અને રાજયની જિલ્લા અને નીચલી અદાલતોમાં ૧૬,૯૦,૬૪૩ સહિત દેશની ટોપ-ટુ-બોટમ અદાલતોમાં સવા પાંચ કરોડ જેટલા કેસો પડતર છે.

કાયદા અને ન્યાય રાજ્યમંત્રીએ રાજયસભાના સાંસદ પરિમલ નથવાણીને એક પ્રશ્નના જવાબમાં જણાવ્યુ કે અત્યારે ગુજરાત હાઈકોર્ટમાં ૧,૭૦,૯૬૩ જેટલા કેસ પડતર છે, જયારે રાજયની જિલ્લા તથા નીચલી અદાલતોમાં ૧૬,૯૦,૬૪૩ કેસ પડતર છે. રાજયસભાના સભ્ય પરિમલ નથવાણીએ પૂછેલા એક પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય કાયદા અને ન્યાય (સ્વતંત્ર હવાલો) તેમજ સંસદીય બાબતોના રાજયમંત્રી અર્જુનરામ મેઘવાલે ૧૯ ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ રાજયસભાને આ માહિતી પૂરી પાડી હતી.

ગૃહમાં રજૂ કરાયેલા મંત્રીના નિવેદન મુજબ, હાલ ભારતની સુપ્રિમ કોર્ટમાં કુલ ૮૨,૬૪૦ કેસ પડતર છે, જયારે દેશની વિવિધ હાઈકોર્ટમાં કુલ ૬૧,૮૦૮૭૮ કેસ પડતર છે અને દેશની જુદી-જુદી જિલ્લા તથા નીચલી અદાલતોમાં કુલ મળીને ૪,૬૨,૩૪,૬૪૬ કેસ હાલની તારીખે પડતર છે.

ગુજરાત હાઈકોર્ટમાં જજની કુલ મંજૂર કરાયેલી ૫૨માંથી ૨૦ જગ્યા ખાલી પડી છે. જયારે ગુજરાતની જિલ્લા તથા નીચલી અદાલતોમાં જજની કુલ મંજૂર કરાયેલી ૧૭૨૦માંથી ૫૩૫ જગ્યા ખાલી પડી છે. દેશની વિવિધ હાઈકોર્ટમાં જજની કુલ ૧૧૨૨ જગ્યા મંજૂર કરાયેલી છે, જેમાંથી ૩૬૮ જગ્યા આજે પણ ખાલી છે. જયારે આજની પરિસ્થિતિમાં દેશની વિવિધ જિલ્લા અને નીચલી અદાલતોમાં કુલ ૨૫૭૪૧ જજની સંખ્યા મંજૂર કરાયેલી છે જેની સામે ૫૨૬૨ જગ્યા હજી ખાલી છે, તેવો મંત્રીએ ઉલ્લેખ કર્યો હતો.

તેમના નિવેદન મુજબ, ભારતની સુપ્રિમ કોર્ટમાં જજની મંજૂર કરાયેલી કુલ ૩૪માંથી ફકત એક જ જજની જગ્યા ખાલી છે. નથવાણી સર્વોચ્ચ અદાલત તેમજ દેશની વિવિધ હાઈકોર્ટ અને જિલ્લા તથા નીચલી અદાલતોમાં જજની ખાલી પડેલી સંખ્યા ઉપરાંત ભારતની સુપ્રિમ કોર્ટમાં તેમજ વિવિધ હાઈકોર્ટ અને નીચલી અદાલતોમાં હાલ પડતર રહેલા કેસની સંખ્યા વિશે જાણવા ઈચ્છતા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh