એંસી વર્ષથી વધુ ઉંમરના વડીલો અને દિવ્યાંગો કરી શકશે ઘરબેઠા મતદાન

નવી દિલ્હી તા. ૧૭ઃ વયોવૃદ્ધ લોકો અને દિવ્યાંગો ઘેરબેઠા મતદાન કરી શકે, તેવી વ્યવસ્થા આગામી વિધાનસભાની પેટાચૂંટણી માટે ચૂંટણી પંચે કરી છે.

ગુજરાતમાં આગામી ૩ નવેમ્બરના વિધાનસભાની ૮ બેઠક પર પેટાચૂંટણી યોજાવાની છે. ચૂંટણીમાં દરેક વોટનું મહત્ત્વ હોય છે અને તેને વાસ્તવિક બનાવવા માટે ગુજરાતમાં પહેલીવાર ચૂંટણી પંચે તેવા મતદાતાઓ માટે પોસ્ટલ બેલેટના વિકલ્પનો વિસ્તાર કરવાનો નિર્ણય લીધો છે. જેઓ દિવ્યાંગ છે તેમજ જેમની ઉંમર ૮૦ વર્ષથી ઉપર છે. તેઓ આઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં ઘરેથી આરામથી મતદાન કરી શકશે. અબડાસા લિંબડી, મોરબી, ધારી, ગઢડા, કરજણ, ડાંગ અને કપરાડા બેઠકના આશરે ૧૮ લાખ મતદારો છે, જેઓ ૩ નવેમ્બરે મતદાર કરવા જશે. ધ ગુજરાત ચીફ ઈલેક્ટોરલ ઓફિસને બે કેટેગરીમાં આવતા લગભગ પ૦ હજાર મતદારો પાસેથી રજિસ્ટ્રેશન ફોર્મ્સ મળ્યા છે.

ચીફ ઈલેક્ટોરલ ઓફિસર ડો. એસ. મુરલી ક્રિષ્નાએ જણાવ્યું હતું કે, 'અમને ૮ મતદાર ક્ષેત્રમાંથી રજિસ્ટ્રેશન્સ મળ્યા છે. જેમાંથી ૧૩ હજાર દિવ્યાંગોના છે. જેઓ આ સુવિધાનો લાભ મેળવવા માંગતા હોય તેમણે અમને જાણ કરવી પડશે અને અમે અમારી ટીમને તેમના ઘરે મોકલીશું કે જેથી તેઓ પોસ્ટલ બેલેટ દ્વારા પોતાનો મત આપી શકે.' આ આઠ મતદાર ક્ષેત્રમાં ૩,૦ર૪ મતદાન મથક છે. મતગણતરી ૧૦ નવેમ્બરે થશે.

તેમણે આ વિશે વિગતવાર સમજાવતા કહ્યું કે, આ પોસ્ટલ બેલેટ સેવા થોડી અલગ છે. અહીં, સુવિધાનો ઉપયોગ કરવા માંગતા ઈચ્છુક લોકોએ એક ફોર્મ ભરવાનું રહેશે. ત્યારપછી અધિકારીઓ બેલેટ લઈને આ મતદારોના ઘરે જશે અને પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે મતદાનની વીડિયોગ્રાફી કરશે. આવતા અઠવાડિયાથી ડોર ટુ ડોર અભિયાન હાથ ધરાશે. 'અમે વોટિંગ સ્લિપ આપવા માટે આવતા અઠવાડિયે ડોર ટુ ડોર અભિયાન શરૃ કરીશું. અમે મતદારની માર્ગદર્શિકા પણ વહેંચી રહ્યા છીએ. જે આવા મતદારોને આપવામાં આવતી સુવિધાઓને સૂચિબદ્ધ કરે છે', તેમ તેમણે કહ્યું હતું.

close
Ank Bandh
close
PPE Kit