Advertisement
Author: નોબત સમાચાર

મણિપુરમાં ત્રણ લિયાંગમાઈ નાગા પંથકમાં હુમલાખોરોએ ૩૦ થી વધુ ઘરો સળગાવ્યા

ફરીથી હિંસા ભડકતા સીઆરપીએફ તૈનાત

                                                                                                                                                                                                      

   ઈમ્ફાલ તા. રઃ મણિપુરમાં ફરી હિંસા ભડકી છે અને કાંગપોકપીના ત્રણ ગામો પર હુમલો કરીને ૩૦ થી વધુ ઘરોને આગ લગાવાઈ છે. હુમલાખોરોએ ત્રણ લિયાંગમાઈ નાગા ગામોને નિશાન બનાવ્યા છે. આ ઘટના પછી વિસ્તારમાં તણાવ વધ્યો છે.

મણિપુરમાં પરિસ્થિતિમાં સુધારો થવાના કોઈ સંકેત દેખાતા નથી. કાંગપોકપી જિલ્લામાં ફરી હિંસા ભડકી છે. મંગળવારે (૧ સપ્ટેમ્બર) વહેલી સવારે ત્રણ લિયાંગમાઈ નાગા ગામોને નિશાન બનાવ્યા. આ સમય દરમિયાન હુમલાખોરોએ ૩૦ થી વધુ ઘરોને આગ લગાવી દીધી, અને ગોળીબારથી એક ગ્રામીણ ઘાયલ થયો. હિંસાથી વિસ્તારમાં તણાવ વધ્યો છે, જેના કારણે લોકો ગભરાટમાં મૂકાયા છે. ઘટનાની માહિતી મળતા વધારાના સુરક્ષા દળોને ઘટના સ્થળે મોકલવામાં આવ્યા હતાં.

પોલીસના જણાવ્યા મુજબ મંગળવારે સવારે ૪ વાગ્યાની આસપાસ તપોન ખુલ્લેન, તપોન ખૂની અને માકુઈ પીપુરમ ગામમાં હુમલો થયો હતો. હુમલાખોરોએ ગોળીબાર કર્યો અને પછી અનેક ઘરો અને અન્ય મિલકતોને આગ ચાંપી દીધી. સુરક્ષા દળો ઘટના સ્થળે પહોંચ્યા પછી પણ, ઘણાં કલાકો સુધી વચ્ચે-વચ્ચે ગોળીબાર ચાલુ રહ્યો.

પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે સેન્ટ્રલ પોલીસ ફોર્સ, તેના કોબ્રા યુનિટ અને મણિપુર પોલીસના વધારાના કર્મચારીઓને વિસ્તારમાં તૈનાત કરવામાં આવ્યા હતાં. સુરક્ષા દળોએ ગામડાઓ અને આસપાસના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું. અધિકારીઓના જણાવ્યા અનુસાર ગોળીબાર બપોરે લગભગ ૧ર-૩૦ વાગ્યા સુધી ચાલુ રહ્યો.

સુરક્ષા દળો દ્વારા કરવામાં આવેલી પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે ઓછામાં ઓછા ૩૦ ઘરો બળી ગયા છે અથવા નુક્સાન થયું છે. આગમાં અનેક વાહનો અને અન્ય મિલકતોનો પણ નાશ થયો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે નુક્સાનનું મૂલ્યાંકન ચાલુ છે, તેથી અસરગ્રસ્ત મિલકતોની અંતિમ સંખ્યા પછીથી જાણી શકાશે.

આ હુમલો સોમવારે કાંગપોકપીના તાઈખાંગ કુકી ગામમાં ગોળીબારના એક દિવસ પછી થયો છે. આ ઘટનામાં બે મહિલાઓ સહિત ત્રણ કુકી નાગરિકો માર્યા ગયા હતાં અને ચાર અન્ય ઘાયલ થયા હતાં. સતત બે દિવસની હિંસાએ પ્રદેશમાં તણાવ વધુ વધાર્યો છે.

છેલ્લા કેટલાક સમયથી ઈમ્ફાલ-તામેંગલોંગ રોડ પર કાંગપોકપી અને તામેંગલોંગ જિલ્લામાં હિંસા અને વળતા હુમલાની ઘટનાઓ નોંધાઈ છે. ૧૩ મેથી વિવિધ ઘટનાઓમાં કુકી-ઝો અને નાગા સમુદાયના ઓછામાં ઓછા ૧૭ લોકોએ જીવ ગુમાવ્યા છે. ર૭ ઓગસ્ટના થયેલા હુમલામાં ચાર નાગા નાગરિકો માર્યા ગયા હતાં, જ્યારે ૩૧ ઓગસ્ટના થયેલી ઘટનામાં ત્રણ કુકી નાગરિકો માર્યા ગયા હતાં. હિંસા ચાલુ હોવા છતાં કોઈપણ સંગઠને સત્તાવાર રીતે આ હુમલાઓની જવાબદારી સ્વીકારી નથી. સુરક્ષા દળો હવે હુમલાખોરોને ઓળખવા અને હિંસા પાછળનો હેતુ નક્કી કરવા માટે કામ કરી રહ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh